<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

હર્ષ સંઘવીની ઉપસ્‍થિતિમાં કચ્‍છના લાકડીયામા ૮૭૫ કરોડના ડ્રગ્‍સના જથ્‍થાનો નાશ કરાયો

યુવાનોને ડ્રગ્‍સના દૂષણથી બરબાદ કરવાના ષડયંત્રને નાકામ કરવા ગુજરાત સરકાર પ્રતિબધ્‍ધ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. રપઃ ગુજરાતના ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્‍થિતિમાં કચ્‍છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્‍તારમાં આવેલી સૌરાષ્‍ટ્ર એન્‍વાયરો પ્રોજેક્‍ટ પ્રા. લિ. કંપની ખાતે રૂ. ૮૭૫ કરોડના નાર્કોટિક્‍સના જંગી જથ્‍થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો.

ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્‍યકક્ષાની ઉચ્‍ચ સ્‍તરીય ડ્રગ્‍સ ડિસ્‍પોઝલ કમિટી અને ત્રણેય જિલ્લાની પોલીસ સ્‍થાનિક ડ્રગ્‍સ ડિસ્‍પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્‍છ (ગાંધીધામ) ના ૧૧ કેસ, પヘમિ કચ્‍છ (ભુજ) ના ૧૬ કેસ અને મોરબી જિલ્લાનો ૧ કેસ મળીને NDPS એક્‍ટ હેઠળ કુલ ૨૮ કેસમાં જપ્ત કરેલા રૂ. ૮૭૫ કરોડની કિંમતના ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬ લીટર માદક પદાર્થનો સૌરાષ્‍ટ્ર એન્‍વાયરો પ્રોજેક્‍ટ પ્રા. લિ. ખાતે કંપનીના ઇન્‍સિનેરેશન પ્‍લાન્‍ટ (ભઠ્ઠી) માં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્‍યો હતો.

 આ પ્રસંગે ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, દેશના યુવાધનને બરબાદ કરનારા ડ્રગ્‍સને ભઠ્ઠીમાં આગને હવાલે કરીને ખાખ કરતા મને સંતોષ પ્રાપ્ત થયો છે. આ કાર્યવાહી ગુજરાત સરકારની ‘ડ્રગ્‍સ મુક્‍ત ગુજરાત'ની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ગુજરાત અને કચ્‍છ પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્‍યું હતું કે, ડ્રગ્‍સના દુષણ સામે ગુજરાત પોલીસ એક જંગ લડી રહી છે.

આ પ્રસંગે ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય, કચ્‍છ બોર્ડર રેન્‍જ આઇજી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્‍છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પヘમિ કચ્‍છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, પ્રાંત અધિકારી જ્‍યોતિ ગોહિલ, પોલીસ કર્મચારીશ્રીઓ તેમજ સૌરાષ્‍ટ્ર એન્‍વાયરો પ્રોજેક્‍ટ પ્રા. લિ. ના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં

(1:21 PM IST)