<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પોરબંદરની એૈતિહાસિક નગરપાલિકાનો ૧૩૮મો સ્‍થાપના દિન

સને ૧૯૧૬માં નવુ બંધારણ અમલમાં આવ્‍યું, જેમાં સરન્‍યાયાધીશ ડીસ્‍ટ્રીકટ જજશ્રી તથા ઉપપ્રમુખ તરીકે ચીફ એન્‍જીનીયર તથા રાજયના : પાંચ સભ્‍યો નિમવામાં આવતા અને પ્રજાના ૧૪ સભ્‍યો રાજય તરફથી નિયુકત કરાવમાં આવતા એ રીતે કુલ ર૧ એકવીસ સભ્‍યનું બોર્ડ હતું : ગુજરાત રાજય અસ્‍તિત્‍વમાં આવ્‍યા બાદ નગરપાલીકાના તત્‍કાલીન પ્રમુખ ડો.બી.ડી.ઝાલાની રાહબરી હેઠળ નગર પાલીકાનું પ્રતિનિધિ મંડળ અમદાવાદ ગયેલ અને માનનીય મંત્રીશ્રી શાહ અને અધિકારીઓ સમક્ષ રજુઆત કરી યોજનાને જીવંત સ્‍વરૂપ આપવામાં સફળ થયા : રૂા. એક કરોડનું કામ થઇ ગયુ઼ છેઃ પરંતુ ટેકનીલી ક્ષતીઓને કારણે આ યોજના હજુ સુધી પુર્ણ થયેલ નથી લોકોને તેનો લાભ મળવાનું હજુ સુધી શરૂ થયું નથી : ૧૯૩૦ થી શહેરના ૧ર વિભાગની રચના કરવામાં આવી તેમાંથી ૧ર સભ્‍યો ચુંટવામાં આવતા, તે માટેનો મતાધીકાર આપવામાં આવેલ. આ રીતે ચુંટાયેલ મ્‍યુનિસીપલ પાલીટીના પ્રથમ પ્રમુખ રાજરત્‍ન શેઠશ્રી મંચેરશા હિરજીભાઇ વાડીયા હતા. તેઓશ્રી ૧૯૩૧ થી સતત ૧પ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહયા તેમના વખતમાં શહેરને નવો ઓપ આપવામાં આવ્‍યો હતો

 (હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., રપ : મ્‍યુનિસીપલ પાલીટી શહેર સુધરાઇ નગરપાલીકામાંથી તા. ૧ જાન્‍યુઆરી ર૦રપના અપગ્રેડ યાને રૂપાંતરીત થઇ તે સાથે બોખીરા, ખાપટ વિગેરે પ્રથમ બે ગામનો સમાવેશ કરવામાં આવેલ. ત્‍યાર બાદ ચાર ગામ, વનાણા, દિગ્‍વીજયગઢ, રતનપર, જાવરને ભેળવી દેવામાં આવેલ તે રીતે પોરબંદર મહાપાલીકા અસ્‍તીત્‍વમાં આવેલ.

તે પહેલા પોરબંદર નગર પાલીકા સાથે પોરબંદરના ઉપનગર જુની રાજધાની છાયા ગામ-શહેરને ભેળવી હદ વધારી પોરબંદર છાયા સંયુકત નગર પાલીકા તરીકે ઓળખ ઉભી કરી આશરે પોરબંદર છાયા સંયુકત નગર પાલીકા ત્રણ વરસ પછી તા.૧ જાન્‍યુઆરી ર૦રપ થી પોરબંદર મહાપાલીકા જાહેર કરી કાર્યરત કરવામાં આવેલ છે. આજે નગરપાલીકાનો ૧૩૮ મો સ્‍થાપના દિન છે.

પોરબંદર રાજયના હુકમના હુકમના ૪પ૦ તા. ૭-પ-૧૯૩૦ થી નગર પાલીકાનું બોર્ડ ર૦ સભ્‍યોનું બન્‍યું. જેમાં ૧ર પ્રજાએ ચુંટેલા, પ રાજય નિયુકત અને આ ૧૭ સભાએ કો-ઓપ્‍ટ કરેલા ૩ સભ્‍યો હતા.

સને ૧૯૧૬માં નવુ બંધારણ અમલમાં આવ્‍યું, જેમાં સરન્‍યાયાધીશ ડીસ્‍ટ્રીકટ જજશ્રી તથા ઉપપ્રમુખ તરીકે ચીફ એન્‍જીનીયર તથા રાજયના પાંચ સભ્‍યો નિમવામાં આવતા અને પ્રજાના ૧૪ સભ્‍યો રાજય તરફથી નિયુકત કરાવમાં આવતા એ રીતે કુલ ર૧ એકવીસ સભ્‍યનું બોર્ડ હતું

૧૯૩૦ થી શહેરના ૧ર વિભાગની રચના કરવામાં આવી તેમાંથી ૧ર સભ્‍યો ચુંટવામાં આવતા, તે માટેનો મતાધીકાર આપવામાં આવેલ. આ રીતે ચુંટાયેલ મ્‍યુનિસીપલ પાલીટીના પ્રથમ પ્રમુખ રાજરત્‍ન શેઠશ્રી મંચેરશા હિરજીભાઇ વાડીયા હતા. તેઓશ્રી ૧૯૩૧ થી સતત ૧પ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહયા તેમના વખતમાં શહેરને નવો ઓપ આપવામાં આવ્‍યો હતો

ગુજરાત રાજય અસ્‍તિત્‍વમાં આવ્‍યા બાદ નગરપાલીકાના તત્‍કાલીન પ્રમુખ ડો.બી.ડી.ઝાલાની રાહબરી હેઠળ નગર પાલીકાનું પ્રતિનિધિ મંડળ અમદાવાદ ગયેલ અને માનનીય મંત્રીશ્રી શાહ અને અધિકારીઓ સમક્ષ રજુઆત કરી યોજનાને જીવંત સ્‍વરૂપ આપવામાં સફળ થયા : રૂા. એક કરોડનું કામ થઇ ગયુ઼ છેઃ પરંતુ ટેકનીલી ક્ષતીઓને કારણે આ યોજના હજુ સુધી પુર્ણ થયેલ નથી લોકોને તેનો લાભ મળવાનું હજુ સુધી શરૂ થયું નથી

સૌરાષ્‍ટ્ર સરકારના સ્‍થાનીક સ્‍વરાજય વિભાગમાં ઠરાવના એલ.એસ.જી. ૧૦૯ તા.૩૦-૬-૧૯૪૯ થી બોર્ડની સભ્‍ય સંખ્‍યા રપ નક્કી કરવામાં આવી. જેમાં સમાન્‍ય રર તથાસ્ત્રી અનામત ર અને હરીજન અનામત ૧ નિયત કરવામાં આવી હતી.

પોરબંદરની કલાત્‍મક બાંધણીનો યશ ભુતપુર્વ રાજવી મહારાણા શ્રી નટવરસિ઼હજીને ફાળે જાય છે. મ્‍યુનિસીપાલીટીના સુત્રધાર શ્રી એમ.એચ.વાડીયા અને તેમના સાથી સભ્‍યોનો પોરબંદરના વિકાસમાં ઘણો મોટો ફાળો છે. પોરબંદર શહેરને પાણી પુરૂ પાડવા માટે ૧૭ માઇલ દુર બરડા ડુંગરમાં આવેલ ખંભાળા (જળાશય) તળાવની પાણી પુરવઠા યોજના તથા ભુગર્ભ માટે મ્‍યુનિસીપાલીટીની ઘણી મીટીંગોમાં ખુબ ચર્ચા-વિચારણા કરીને ખુદ મહારાણા સાહેબ પાસે રજુઆતો કરીને પોરબંદર વોટર સપ્‍લાઇ પ્રોજેકટ પ્રોજેકટ માટે રૂપીયા રપ લાખની લોન ઉભી કરાવેલી. જેનું ભરણુ શહેરના શ્રીમંતોએ કરી આપેલ. મ્‍યુનીસીપાલીટીએ રૂપીયા લોનમાં રોકેલા.

દેશી રાજયોનું વલીનીકરણ થયા બાદ ઓકટોમ્‍બર ૧૯૪૯ થી સૌરાષ્‍ટ્ર સરકારના સમયમાં મ્‍યુનીસીપાલીટી સંપુર્ણપણે પ્રજાકીય સંસ્‍થા બની. ૧૯૪૯ થી ૧૯પ૭ સુધી ૮ વર્ષ સુધરાઇનું પ્રમુખ પદ માજી ન્‍યાયાધીશ અને અગ્રગણ્‍ય ધારાશાષાીશ્રી પી.ડી.કક્કડે શોભાવ્‍યું. ત્‍યાર બાદ ડો.બી.ડી.ઝાલા સાહેબે દસ વર્ષ સુધી પ્રમુખપદે રહી અને લોકોપયોગી કાર્યોથી પોરબંદર નગરપાલીકાને સુનિષ્‍ઠિત કરી.

શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં બાલમંદીરો શરૂ કરવામાં આવ્‍યા. હાલ એક પણ બાલ મંદીર કાર્યરત નથી. ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કુલ હાલ મહાત્‍મા ગાંધી સ્‍કુલ જીલ્લા પંચાગયત હસ્‍તક ડી.ડી. કોટીયા, વાલા લો કોલેજ સ્‍થાપવામાં આવી. હાલ કોલેજ સ્‍વામી નારાયણ-ગુરૂકુળમાં તબદીલ કરે છે. મતલબ કે તેમને સોંપી સંસ્‍થાઓને કોલેજ માટે અનુદાન આપવામાં એશીયાભરમાં પંડાયેલ. દુલીપ ક્રિકેટ સ્‍કુલ ૧૯૪૭મા પોરબંદરના ક્રિકેટ પ્રેમી રાજવીએ બંધાવેલ તેના સાનિધ્‍યમાં પોરબંદરની ક્રિકેટ પ્રેમી જનતા માટે નગર પાલીકાએ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્‍ડ સ્‍ટેડીયા ટર્ક વિકેટ સ્‍પોર્ટ ગેસ્‍ટ હાઉસની સુવિધા સાથે તૈયાર કરેલ છે.

આ ગ્રાઉન્‍ડ ઉપર ફ્રેન્‍ડલી મેચો, હર્મા ટ્રોફી મેચ વિગેરે રમાયેલ તે ઉપરાંત રણજી ટ્રોફી મેચ રમાયેલ છે.

શહેરીજનોના પ્રાણ પ્રશન સમી ભુગર્ભ ગટર યોજના તૈયાર કરવા માટે નાગપુર  ઇમ્‍પ્રુવમેન્‍ટ ટ્રસ્‍ટના અનુભવી બાહોશ એન્‍જીનીયર શ્રી વી.સી.કોઠારી સાહેબની સરકારશ્રીની ભલામણથી ખાસ નિમણુંક કરી અને આ યોજના તૈયાર કરાવી. અમલીકરણ માટે અને આ યોજના તૈયાર કરાવી. અમલીકરણ માટે સૌરાષ્‍ટ્ર સરકારને સુપ્રત કરી. નવેમ્‍બર ૧-૧૯પ૬ થી સૌરાષ્‍ટ્ર રાજયનું દ્વિભાષી મુંબઇ રાજયમાં વિલીનીકરણ થતા આ યોજના સુષુપ્ત પડી રહી.

ડીસેમ્‍બર ૧૯૪૯ થી સરકારશ્રીનાપાવડી ખાતા તરફથી સુકાળા તળાવ તથા આજુબાજુની વાવો, મશીનરી અને સ્‍ટાફ સહીત સુધરાઇને ટ્રાન્‍સફર કરવામાં આવેલ. સુધરાઇએ શહેરમાં નવી   પાણીની ડીસ્‍ટ્રીબ્‍યુશન પાઇપ લાઇન નાખી. ખાનગી ડોનેશનનો દ્વારા ટાંકી પીયાવા બંધાવ્‍યા, જુદા જુદા વિસ્‍તારોમાં ઓવર હેડ ટેન્‍ક, સમપ બનાવવામાં આવ્‍યા. ઉપરાંત દરેક લતામાં હેન્‍ડ પમ્‍પ બેસાડવામાં આવ્‍યા. હાલ મોટા ભાગના અદ્રશ્‍ય છે. પોરબંદર શહેરમાં સૌરાષ્‍ટ્ર કેમીકલ્‍સ (બીરલા) તથા અન્‍ય નવા ઉદ્યોગો શરૂ થતા પાણીની જરૂરીયાતમાં ઘણો વધારો થયો. એક માત્ર ખંભાળા રીઝવોયર દ્વારા પાણી પુરૂ પાડી શકે તેમ ન હોવાથી તેની આજુબાજુમાં ફોદારા ડેમ સરકારશ્રીએ બહુ સમયસર તૈયાર કર્યો જે માનનીય ભુતપુર્વ વિતમંત્રી સ્‍વ. માલદેવજીભાઇ ઓડેદરાના પ્રયાસોને આભારી છે.

(1:29 PM IST)