<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મહાદેવનું મંદિર તંત્ર દ્વારા તોડી પડાતા ભાવિકોમાં આક્રોશ ફેલાયો

મિગ કોલોની નજીક આવેલ જંગલેશ્વર મહાદેવના મંદિર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું

જામનગર :છોટી કાશી ગણાતા જામનગરના શિવાલયોમાં હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે.શહેરના તમામ શિવાલયોમાં ભાવિકો ઉમટ્યા છે. ત્યારે જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મહાદેવનું મંદિર તંત્ર દ્વારા તોડી પડાતા ભાવિકોમાં  રોષ વ્યાપ્યો છે. 

જામનગરમાં મિગ કોલોની નજીક આવેલ જંગલેશ્વર મહાદેવના મંદિર પર આજે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું.  લાખોટા તળાવ બ્યુટીફીકેશનના રસ્તા માટે મંદિર હટાવાયું હોવાનો તંત્રનું નિવેદન છે. જંગલેશ્વર મહાદેવ મંદિર સંદર્ભે મ્યુનિ.કમિશનર અને ટ્રસ્ટીગણ દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. જંગલેશ્વર મહાદેવની મંદિરમાં બાજુમાં ભગવાન શિવની મૂર્તિઓનું શાસ્ત્રકોત વિધિથી ભક્તોની હાજરીમાં સ્થાપન કરવામાં આવ્યું છે.

જંગલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ જણાવ્યું હતું કે, તંત્રએ અમોને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. આરટીઓથી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી રસ્તો બનાવવો હોય ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લઈને કામ કર્યું છે.તંત્ર દ્વારા એક વર્ષ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. અમારે આ બાબતે કોઈ અસંતોષ નથી. ધાર્મિક બાબતે અમોને તંત્ર દ્વારા ખૂબ જ સહકાર મળ્યો છે. તો બીજી તરફ મ્યુનિ.કમિશનરે કહ્યું હતું કે, ગઈકાલે શિવલિંગ અને મંદિરની મૂર્તિઓ વિધિ મુજબ નવા મંદિરમાં સ્થાપિત કરેલ છે. નવું મંદિર ત્યાં બાજુમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે. જોકે આજે મનપા તંત્રની મંદિર ડિમોલિશનનીકામગીરીને લઇને શહેરભરમાં રોષ વ્યાપ્યો છે.

(7:46 PM IST)