તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
કચ્છના રાપર શહેરને પીવાનું પાણી પુરુ પાડતા નગાસર તળાવને ઉંડુ કરી સાફ સફાઈ કરાશે: નગરપાલિકા ૮૦ લાખ ખર્ચ કરશે
નગાસર તળાવ ની પાણી સંગ્રહ ની ક્ષમતા વધારવા માટે અને સાફ-સફાઈ કરવા માટે ની નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર ની પચાસ હજાર ની વસ્તી ને પીવાનું પાણી પુરુ પાડતા એકમાત્ર નગરપાલિકા હસ્તક ના નગાસર તળાવ ની પાણી સંગ્રહ ની ક્ષમતા વધારવા માટે અને સાફ-સફાઈ કરવા માટે ની નગરપાલિકા દ્વારા એસી લાખ ના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે
આ અંગે માહિતી આપતાં નગરપાલિકા ના પ્રમુખ ચાંદભાઇ ભીંડે એ જણાવ્યું હતું કે રાપર શહેર ને પીવાનું પાણી પુરુ પાડતા નગાસર તળાવ ની ક્ષમતા ઓછી છે રાપર શહેર ને પીવા ના પાણી માટે એક માત્ર નર્મદા કેનાલ પર આધાર રાખવો પડે છે જ્યારે કેનાલ બંધ હોય છે અને એકાંતરે નગાસર તળાવ મા થી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા નગાસર તળાવ ને દોઢ બે મીટર ઉંડુ કરવા માટે અને તળાવ માં ઉગી નિકળેલ જળ કુંભી તથા અન્ય વનસ્પતિ ને દુર કરવા માટે તથા ગ્રીલ રિપેરિંગ કરી રંગરોગાન તેમજ નગાસર તળાવ ની ફરતે આવેલ વોકિંગ પથ ને વ્યવસ્થિત રીતે બનાવવા માટે ની ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી જે માટે એજન્સી નક્કી થઈ ગઈ છે અને ટુંક સમયમાં વર્ક ઓર્ડર આપવા મા આવશે અને કામગીરી શરૂ કરવામાં આવશે જેથી રાપર શહેર ની વસ્તી ને જો તળાવ ભરાયેલ હોય છે તો એક દોઢ મહિના સુધી પાણી વિતરણ કરી શકાય છે અને હવે ઉંડુ થઈ જશે ત્યારે બે અઢી મહિના સુધી પાણી વિતરણ કરી શકાશે તેમ જણાવ્યું હતું નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(9:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
