<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

જામનગરમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરે શ્રાવણ મહિનનાં પ્રથમ દિને અનોખા શ્રીંગાર સાથેની ઝાંખી

અક્ષત, રૂ અને લાલ રક્ષા સૂત્ર સમાન દોરનાં સુમિશ્રણથી શ્વેત-રક્ત રંગનાં અદ્ભૂત સંયોજન વડે કરવામાં આવેલ શ્રીંગારનો પુણ્યલાભ લેતા ભાવિકો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ :  'છોટીકાશી' જામનગરમાં કે.વી. રોડ પર આવેલ પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનાં મંદિરે શ્રાવણ મહિના દરમ્યાન શિવલિંગને અનોખા અને દિવ્ય શ્રીંગાર અર્પણ કરવામાં આવે છે. 

શ્રાવણ મહિનાનાં પ્રથમ દિને અક્ષત, રૂ અને લાલ રક્ષા સૂત્ર સમાન દોરનાં સુમિશ્રણથી શ્વેત-રક્ત રંગનાં અદ્ભૂત સંયોજન વડે કરવામાં આવેલ શ્રીંગારથી ભક્તોને દેવાધિદેવ મહાદેવની અલૌકિક ઝાંખીનો પુણ્યલાભ પ્રાપ્ત થયો હતો.

(9:10 AM IST)