News of Saturday, 26th July 2025
મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે કટ રસ્તો ચાલુ કરવા સાથે પોલીસકર્મીની નિમણૂંક કરો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૬: માળીયા હાઈવે પર આવેલા ટીંબડી ગામના ગ્રામજનોને હાઈવે પર જવા ગામ આખાનો આંટો ફરવા જવુ પડતું હોય જેથી ગ્રામ પંચાયત સરપંચે મોરબી જિલ્લા પોલીસવડાને રજુઆત કરી બંધ કટ રસ્તો ચાલુ કરવા માંગ કરાઈ છે કટ બંધના કારણે ટીંબડી ગામના લોકોને મહેન્દ્રનગર સુધીનો થતો ધરમધક્કો ગ્રામજનો માટે માથાનો દુખાવો બની ગયો છે. જેથી બંધ કટમાંથી મુક્તિ અપાવવાની અરજી જિલ્લાપોલીસ વડા સુધી પહોંચી છે.
ટીંબડી ગ્રામજનોને બંધ કટ હોવાથી રોંગ સાઈડ વાહનો ચલાવવાની ફરજ પડે છે. જે કટ બંધ હોવાના કારણે ખેતરે જતા ખેડૂતોને મહેન્દ્રનગર સુધી લાંબુ થવું પડે છે તદુપરાંત એક બાજુ કટ બંધ બીજું બાજુ આડેધડ ટ્રક ર્પાકિંગ જો કટ બંધ ચાલુ કરી દેવાઇ અને એક ટ્રાફીક કર્મચારીની નિમણૂક કરાઈ તો ગ્રામજનોની સમસ્યા હલ થાય તેમ છે
સરપંચ જ્યોત્સનાબેન ભરતભાઈ વડસોલા દ્વારા મોરબી જિલ્લા પોલીસવડાને આ અંગે રજુઆત કરીને ઘટતું કરવાની માંગ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છેકે ટીંબડી ગ્રામજનોને હાઈવે પર જવા ગામના પાટીયા પાસે બંને સાઈડ આડેધડ ર્પાકિંગ અને ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલ દબાણોથી રોડ ક્રોસ કરવા કાંઇ દેખાતું ન હોવાથી અકસ્માતનો ભય સતાવે છે જેથી ટીંબડી ગ્રામજનોને સતાવતા બંને પ્રશ્નોનુ તાત્કાલિક ધોરણે હલ થાય તો સમયની બચત સાથે ઈંધણની બચત અને માથે લટકતું જીવનુ જોખમ અકસ્માત ઘટે જેવી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવે તેમ છે.(
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
