News of Saturday, 26th July 2025
જુનાગઢ મનપાના ડે. કમિશનર ઝાપડાની રાજકોટ ખાતે બદલી
ડે. ડીઇઓ ડી.જે.જાડેજાની ડેપ્યુટી કમિશનર તરીકે નિમણુંક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૬: ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ એકમાં ફરજ બજાવતા ૫૯ અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે.
જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ. એસ. ઝાપડાની બદલી કરી તેઓને રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જ્યારે જૂનાગઢ જિલ્લા શિક્ષણ કચેરીના ડેપ્યુટી ડીઇઓ ડી. જે. જાડેજાની જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
