<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

શ્રાવણ માસની અનેરી ભક્તિ: જામનગરના ૧૨ વર્ષના હેતે બનાવ્યું અદ્ભુત બરફનું શિવલિંગ

9 વર્ષની ઉંમરથી જ બરફના શિવલિંગ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને દર શ્રાવણ માસ આવે ત્યારે તે નિયમિતપણે બરફનું શિવલિંગ બનાવીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : જામનગરમાં શ્રાવણ માસના પવિત્ર વાતાવરણમાં ભક્તિ અને સર્જનાત્મકતાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. પટેલ વાડીમાં રહેતા 15 વર્ષના રામોલિયા હેત મનસુખભાઈ નામના બાળકે બરફમાંથી અદભુત શિવલિંગ બનાવીને પૂજા અર્ચના કરી હતી, અને આ કાર્ય દ્વારા તેણે ધન્યતા અનુભવી હતી.

નાનકડા હેતે જણાવ્યું કે, તેને મહાદેવ શંકર ખૂબ ગમે છે. તેણે માત્ર 9 વર્ષની ઉંમરથી જ બરફના શિવલિંગ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને દર શ્રાવણ માસ આવે ત્યારે તે નિયમિતપણે બરફનું શિવલિંગ બનાવીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. હેતની આ પ્રવૃત્તિ તેના પરિવાર અને આસપાસના લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે, જે નાનપણથી જ ધાર્મિક સંસ્કારો અને ભક્તિભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:27 AM IST)