તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
વાંકાનેર સરકારી દોશી કોલેજમાં વિદ્યાર્થીઓની સીટ વધારવા માંગણી
કેશરીદેવસિંહ ઝાલાની શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાને રજૂઆત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૬ :.. રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ રાજયના શિક્ષણ મંત્રીને પત્ર પાઠવીને વાંકાનેર સરકારી દોશી કોલેજમાં વિદ્યાર્થીઓની સીટની સંખ્યા વધારવા માંગ કરી છે.
કેશરીદેવસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું છે કે, વાંકાનેર ખાતે આવેલ એકમાત્ર સરકારી એચ. એન. દોશી કોલેજ છે. આ કોલેજની અંદર વિદ્યાર્થીઓની સીટની સંખ્યા ઓછી હોવાના કારણે અને વાંકાનેર તાલુકો ગરીબ પછાત પરિસ્થિતિવાળો તાલુકો હોય. દરેક વાલીશ્રીઓ વિદ્યાર્થીઓને પ્રાઇવેટ કોલેજોમાં ફ્રી ભરી ભણાવી શકે તેમ ન હોય. જેના માટે દોશી કોલેજના પ્રિન્સીપાલશ્રી દ્વારા આ બાબતે રાજકોટ ગુજરાત યુવિનર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટેની માંગણી લેખિત તથા મૌખિકમાં કરેલ હોય, ઉચ્ચ શિક્ષણ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરેલ છે.
વાંકાનેરની દોશી કોલેજને વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાની મંજૂરી ન મળે તો વાંકાનેરના ગરીબ પછાત વાલીઓએ વિદ્યાર્થીઓ બાર પાસ હોવા છતાં બીજી કોલેજોમાં એડમીશન ન લઇ શકવાના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી શકે અને ના છૂટકે વિદ્યાર્થીઓને મંજૂરી કામે જવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી. વાંકાનેરની દોશી કોલેજમાં વિદ્યાર્થીઓની સીટો વધારી આપવા યોગ્ય કરવા માંગ કરી છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
