<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

વિંછીયા-આટકોટ પોલીસને ૩૪ આવાસની સુવિધા

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ, તા.૨૬: રાજકોટ  રામનાથપરા પોલીસ લાઈન  ખાતે આજે રાજ્‍યના ગળહમંત્રી હર્ષ સંઘવીએ વિંછીયા ખાતે બી કેટેગરીના ૩૨ તથા સી-કેટેગરીના ૧ આવાસ તેમજ આટકોટ ખાતે સી-કેટેગરીના ૧ આવાસ સહિત વીંછિયા આટકોટમાં  કુલ ૩૪ પોલીસ આવાસનું લોકાર્પણ કરતાં ગળહ વિભાગની આ કામગીરીને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકારી હતી. આ તકે હર્ષ સંઘવી સાથે જસદણના પુર્વ ધારાસભ્‍ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોધરા સહિત પાર્ટીના અન્‍ય આગેવાનો અને પોલીસ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(12:14 PM IST)