<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

ભાવનગરમાં ક્રેડિટકાર્ડ મારફત લોન અપાવવાના બહાને બે સગા ભાઈ સાથે ૧૬.૪૧ લાખની ઠગાઈ

ભાવનગર તા.૨૬: ચિત્રા વિસ્‍તારમાં આવેલ બેન્‍ક કોલોનીમાં રહેતા અને સંસ્‍કાર મંડળ પાસે આવેલ ચસકા મસ્‍કા ફાસ્‍ટફૂડમાં નોકરી કરતા કેતનભાઈ ગોવિંદભાઈ ચાવડા સાથે ફાસ્‍ટફૂડની દુકાને નાસ્‍તો કરવા આવતા વિજય ગોરધનભાઇ માંડલિકે પરિચય કેળવી લોન લેવા માટે સિબિલ રેકોર્ડ સુધરવા ક્રેડિટ કાર્ડ મારફત લોન લેવા સમજાવી ભાવનગરમાં આવેલ અલગ અલગ સ્‍ટોરમાંથી મોંઘા મોબાઇલ ફોન ખરીદ કર્યા હતા અને કાર્ડ મારફત તેની લોન કરવી હતી,આ ઉપરાંત ગોલ્‍ડ લોન તેમજ રોકડ રકમ પણ મેળવી લીધી હતી.

આ ઉપરાંત કેતનભાઇના ભાઈ નીતિનભાઇને પણ વિશ્વાસમાં લઈને ક્રેડિટ કાર્ડ મારફત લોન તેમજ રોકડ વ્‍યવહાર કરી કુલ રૂ.૧૬,૪૧,૩૮૩/- ની છેતરપિંડી કરી હતી.આ બનાવ અંગે કેતનભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(12:15 PM IST)