News of Saturday, 26th July 2025
વડાલ પાસે કાર રોકતા વેરાવળના ત્રણ શખ્સો પોણા બે લાખનો દારૃ લઇ જતા ઝડપાઇ ગયા

જુનાગઢ તા.૨૬ઃ જેતપુર તરફથી એક સિલ્વર કલરની ટાટા સફારી કાર જીજે-૦૧-કેઆર-૮૨૩૮માં બહારના રાજયમાંથી વિદેશી દારૃનો જથ્થો ભરી જુનાગઢ તરફ આવે છે જે હકીકત આધારે વડાલ ગામ પાસે હાઇવે પરથી ઉપરોકત કાર રોકતા ત્રણ ઇસમો (૧) ચંન્દ્રેશ રામભાઇ બાલચંદાણી, ઉ.વ. ૩૧, ધંધો.વેપાર (૨) હિરેન વિમલભાઈ રોય, ઉ.વ.૨૫, ધંધો. મજુરી (૩) વિજય ગોરધનભાઇ ધોબળે, ઉ.વ. ૨૫, ધંધો. મજુરી રહે. ત્રણેય ઇસમો હુડકો સોસાયટી, સાંઇબાબા મંદિર પાછળ, વેરાવળને ઝડપી લીધા હતા.(૪) સુરેશ તોમર રહે. છજણા તા.ચાંદપુર જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ હજુ ફરાર છે. કબ્જે કરવામાં આવેલ મુદામાલમાં ૫૭૬ બોટલ કિમત રૃ.૧ લાખ ૭૪ હજાર અને મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૃા. ૧૦,૦૦૦/-, ટાટા સફારી કાર રજી. નં. જીજે-૦૧-કેઆર-૮૨૩૮ ની કિ.રૃ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૃા. ૩,૪૫,૦૦૦/નો છે.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સબ.ઇન્સ. ડી.કે.સરવૈયા, ડી.કે.ઝાલા, પી.કે.ગઢવી તથા એ.એસ.આઈ. સામતભાઈ બારીયા, નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, જીતેષ મારૃ, તથા પો.કોન્સ. ચેનતસિંહ સોલંકી તથા ડ્રા. પો.કોન્સ. વનરાજ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
