News of Saturday, 26th July 2025
જામનગરમાં જર્જરીત ધર્મસ્થાનની જગ્યાએ નવું મંદિર તુર્ત કાર્યરત થશે

X
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૬: જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ પાછળના તળાવ નજીક આવેલ જંગલેશ્વર મહાદેવનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. આ મંદિર તળાવના બ્યુટીફિકેશન માટે અડચણરૂપ હતું. અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો યોજવાનો હોવાથી તાત્કાલિક રસ્તા ખુલ્લા કરવાના ભાગરૂપે તંત્ર દ્વારા એકાએક આ મંદિર તોડી પાડ્વામા આવ્યું છે.
આ પૂર્વે અમાસના દિવસે જ જંગલેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગ જર્જરીત થતા તેનું શાષાોકત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું છે અને મંદિરની બાજુમાં જ એક નવું મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં શિખરની કામગીરી બાકી છે અને ત્યારબાદ તાત્કાલિક પ્રાણ પ્રતિષ્ઠા કરી શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર કાર્યરત કરવામાં આવશે. જે પ્રગતિમાં કામ ચાલુ છે તે મંદિર પણ ટ્રસ્ટીઓ સાથે તસવીરમાં જોઈ શકાય છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
