<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

વિસાવદરના મોણીયામાં શાળાના ખરાબ રસ્‍તાને રીપેર કરોઃ જર્જરીત આંગણવાડીનું ડિમોલેશન કરીને નવી બનાવવા રજૂઆત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૬: વિસાવદર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અકિલ ચોટલીયાએ તલાટી મંત્રી,સરપંચ, મોણીયા ગ્રામ પંચાયતને મોણીયા ગામે શાળાના ખરાબ રસ્‍તાને તાત્‍કાલિક રીપેર કરવા બાબત તેમજ જર્જરીત આગણવાડીનું ડિમોલેશન કરી નવી બનાવવા બાબતે રજૂઆત કરેલ છે.

અકિલ ચોટલીયાએ જણાવ્‍યું છે કે મોણીયા પ્રાથમિક શાળાવાળો રસ્‍તો જે મોણીયા બસ સ્‍ટેન્‍ડથી પ્રાથમિક શાળા વાળો મેઇન રોડ જે ખૂબ જ ગંદી તેમજ ખરાબ હાલતમાં છે જ્‍યાંથી સ્‍કૂલના બાળકોને ખૂબ જ હાલાકી તેમજ પરેશાની પડે છે. કારણ કે ખૂબ જ કાદવ કિચડવાળો રસ્‍તો છે અને પાણીના ખાબોચિયા ભરેલો છે જેમાં મચ્‍છરો ખૂબ જ પ્રમાણમાં નજરે જોવા મળે છે મચ્‍છરોના કારણે બાળકોમાં બીમારી થાય તેમ છે, અને સ્‍વાસ્‍થ્‍ય બગડે તેમ છે તેમ જ દેશનું ભવિષ્‍ય બગડે તેમ જ આજુબાજુના વિસ્‍તારના માનવીઓને પણ બીમારીનું કારણ બની શકે તેમ જ પ્રાથમિક શાળાની બાજુમાં આપેલ બાલમંદિર ખૂબ જ જર્જરીત છે તેને પાડીને નવું બનાવવામાં આવે કારણ કે આ બાલમંદિરમાં નાના બાળકોના જીવને જોખમ છે પ્રાથમિક શાળાવાળો રસ્‍તો તાત્‍કાલિક સાફ-સફાઈ કરી તેમાં હાલ આ રસ્‍તામાં મેટલ નાખવામાં આવે તેમ જ આખા મોણીયા ગામની અંદર જે વિસ્‍તારમાં ગંદકી છે તે તાત્‍કાલિક સાફ કરવામાં આવે તેવી માંગ કરી છે.

(1:53 PM IST)