<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા દ્વાદશ જ્‍યોર્તિલિંગનું મહત્‍વ સમજાવતો કાર્યક્રમ યોજાયો

 

મોરબીઃ ઓમ શાંતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મોરબી દ્વારા શ્રાવણ માસના પ્રથમ દિવસે નરસંગ મંદિર ખાતે મોરબીના સૌ ભાવિક ભક્‍તો માટે દ્વાદશ જ્‍યોર્તિલિંગના આધ્‍યાત્‍મિક રહસ્‍ય વિશે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ભક્‍તોએ હાજર રહી ભગવાન શિવના બાર જ્‍યોર્તિલિંગનું આધ્‍યાત્‍મિક રહસ્‍ય સમજી પરમાત્‍મા શિવની પૂજા, આરાધનાથી તન-મનને પાવન બનાવવા માટે નિર્ણય કર્યો. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્‍થાના બી.કે અલકાદીદી, બીકે આયુષી દીદી ઉપરાંત અન્‍ય સેવાધારીઓએ ઉપસ્‍થિત રહી ભગવાન શિવના ૧૨ જ્‍યોર્તિલિંગની મહીમા વિશે સૌને જ્ઞાન અમળત અથવા સોમરસનું પાન કરાવ્‍યું

(2:09 PM IST)