<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

કારગિલ વિજય દિવસ નિમિતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો : સૈનિકોનું સન્માન કરાયું.

શહીદ વીરસિંહ રવિસિંહ પરમારના પરિવારના સભ્યોને 'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા એક લાખનો ચેક અર્પણ કરાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી: આજરોજ કારગીલ વિજય દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કારગિલ યુદ્ધમાં ફરજ બજાવનારા સૈનિકોનું સન્માન કરાયું હતું. તેમજ કારગિલ યુદ્ધ અને દેશભક્તિને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ક્ષણે શહીદ વીરસિંહ રવિસિંહ પરમારના પરિવારના સભ્યોને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ કારગિલ યુદ્ધમાં કઈ રીતે વિજય થયો તે અંગેની માહિતી આપવામાં આવી હતી.


આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ભાજપ અગ્રણીઓ અરવિંદભાઈ વાંસદાડિયા જયંતીભાઈ પટેલ, નિર્મલભાઈ જારીયા, બાબુભાઇ પરમાર, ગોપાલભાઈ કાસુન્દ્રા સુરેશ સિરોહીયા, મહિલા પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રી બેન વાઘેલા તેમજ મોરબી જિલ્લાના પાંચ આગેવાનો, હોદ્દેદારો ઉપરાંત કારગિલ યુદ્ધમાં સેવા આપનારા જવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:12 PM IST)