<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિરે 15 ફૂટ ઉંચી આદિયોગીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર.

વહેલી સવારથી લોકોએ ભગવાન શિવના દર્શન કરી, દૂધ અને બીલીપત્રનો અભિષેક કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં શ્રાવણ મહિનાના પ્રારંભે જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. જેમાં મોરબીના સામાકાંઠે આવેલ અગ્રેશ્વર મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી લોકોએ ભગવાન શિવના દર્શન કરી, દૂધ અને બીલીપત્રનો અભિષેક કર્યો હતો. અને આ મંદિર પરિસરમાં આ વર્ષે 15 ફૂટ ઉંચી આદિ યોગીની મૂર્તિ બનાવી છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો આદિયોગીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે

(11:29 PM IST)