તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજથી 4 દિવસની ખાસ ડ્રાઈવ.
બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી શરૂ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજથી ચાર દિવસની ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મોરબી શહેરમાં વિવિધ પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી વાહન ચેકીંગ ઝુંબેશ શરૂ ક૨વામાં આવી છે. આ ઝુંબેશ તા.29 સુધી ચાલવાની છે. જેમાં ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ ન હોવી, બ્લેક ફિલ્મ તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ ક૨તા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં પીએસઆઈ ડી.બી. ઠક્કર સહિતની ટિમ રોકાયેલ છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
