News of Sunday, 27th July 2025
જામનગરના નાગર ચકલામાં ‘તીનપત્તી રોન પોલીસ’ જુગાર ઝડપાયો : નાથજી એપાર્ટમેન્ટમાંથી પાંચ આરોપીઓ ૧૧,૮૪૦ રોકડ સાથે પકડાયા!
જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસની સફળ કામગીરી : ગંજીફાના પાના પણ કબજે લેવાયા

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર : જામનગર શહેરમાં ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસે નાગર ચકલા વિસ્તારમાં આવેલા નાથજી એપાર્ટમેન્ટના બીજા માળે લોબીમાં જાહેર સ્થળે ચાલતો ‘તીનપત્તી રોન પોલીસ’ નામનો જુગાર પકડી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૧૧,૮૪૦/- સહિત કુલ ૧૧,૮૪૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
હવાઈ ચોક નાગર ચકલામાંથી કલ્પેશ લખીયર સહિત પાંચ આરોપીઓ ઝડપાયા: પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ગાગીયાની ફરિયાદ પર પ્રદીપસિંહ જાડેજા દ્વારા કાયદેસરની કાર્યવાહી
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ, સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ટેમુભા જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે, જામનગરના નાગર ચકલા વિસ્તારમાં આવેલા નાથજી એપાર્ટમેન્ટના બીજા માળે લોબીમાં અમુક મહિલાઓ અને પુરુષો ગોળ કુંડાળું વળી ગંજીફાના પાના વડે ‘તીનપત્તી રોન પોલીસ’ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે.
આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા નીચે મુજબના આરોપીઓ પકડાઈ ગયા હતા:
૧. કલ્પેશભાઈ રમણીકભાઈ લખીયર, રહે. હવાઈ ચોક, નાગર ચકલો, નાથજી એપાર્ટમેન્ટ, બીજો માળ, જામનગર.
૨. નિમેષભાઈ હરીશભાઈ ગણાત્રા, રહે. હવાઈ ચોક, નાગર ચકલો, નાથજી એપાર્ટમેન્ટ, પહેલો માળ, જામનગર.
૩. ભાવેશભાઈ ઉર્ફે લખન મહેશભાઈ મંગી, રહે. હવાઈ ચોક, ભાનુશાળીવાડ, ભની માનો ચોકમાં, જામનગર.
૪. ઉર્વીબેન વા/ઓફ ભાવેશભાઈ મહેશભાઈ મંગી, રહે. હવાઈ ચોક, ભાનુશાળીવાડ, ભની માનો ચોકમાં, જામનગર.
૫. ચેતનાબેન વા/ઓફ બીપીનભાઈ પારેખ, રહે. હવાઈ ચોક, નાગર ચકલો, નાથજી એપાર્ટમેન્ટ, બીજો માળ, જામનગર.
આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૧૧,૮૪૦/- અને ગંજીફાના પાના નંગ-૫૨, જેની કિંમત ૦૦/૦૦ છે, મળી કુલ રૂપિયા ૧૧,૮૪૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયાએ ફરિયાદ આપી છે અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ટેમુભા જાડેજાએ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ટેમુભા જાડેજા, વિજયભાઈ બળદેવભાઈ કાનાણી, પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દેવીબા અનોપસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી બદલ પોલીસ ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
