તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th July 2025
ધોરાજીના જેતપુર રોડ પર ગમખ્વાર અકસ્માત : બે મોટરકાર વચ્ચે ભીષણ ટક્કર : ૧૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત! : જુઓ વિડીયો
હીરપરા વાડીના ખુણા પાસે સર્જાયો અકસ્માત : પાંચ પુરુષ, પાંચ મહિલા અને બે બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા : ધોરાજી સિટી પોલીસે તપાસ હાથ ધરી

કિશોરભાઈ રાઠોડ દ્વારા, ધોરાજી, : ધોરાજીના જેતપુર રોડ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હીરપરા વાડીના ખુણા પાસે બે મોટરકાર સામસામે ધડાકાભેર અથડાતાં આ ભીષણ ટક્કરમાં કુલ ૧૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકો અને રાહદારીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરવાની કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતમાં પાંચ પુરુષ, પાંચ મહિલા અને બે બાળકોને ઇજા: તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં પાંચ પુરુષ, પાંચ મહિલા અને બે નાના બાળકો ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બંને મોટરકારને વ્યાપક નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
ઉપરોક્ત બનાવ અંગે ધોરાજી સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે કાર ચાલકોની પૂછપરછ અને ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
