<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

પોરબંદરમાં નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું : વધુ એક આરોપી ઝડપાયો

સગીરાને કેફી પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટીપ્લોટ ખાતે લઈ ગયા ત્યાં આ ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું

પોરબંદરઃ શહેરમાં ત્રણ નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ચાર જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે ત્રીજા આરોપીને ઝડપી લીધા બાદ રિકન્ટ્રકશનની કાર્યવાહી હાથ ધરી હતી.

પોરબંદર શહેરને શર્મસાર કરનારી એક ગોઝારી ઘટના બની હતી. જેમાં સગીર યુવતીને જી.આઈ.ડી.સી રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ રાત્રે સાડા બાર વાગ્યે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો.

ત્યારબાદ જયરાજ અને મલહારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લખમણ મુળીયાસીયા નામના શખ્સોએ આ સગીરાને કેફી પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટીપ્લોટ ખાતે લઈ ગયા હતા. ત્યાં આ ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ કેસની તપાસમાં આજે વધુ એક આરોપી ઝડપાયો છે. પોલીસે રાજુ લખમણ મુળીયાસીયા નામના શખ્સને ઝડપી લીધો હતો.

(11:41 PM IST)