તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th July 2025
માળિયા રેલ્વે સ્ટેશન પાસે કારમાં આવેલ ચાર શખ્શોએ ધારિયા-ધોકા વડે યુવાન પર હુમલો કર્યો.
માથાના પાછળના ભાગે પાઈપ અને ધારિયા તેમજ લાકડના ધોકા લઈને આવી માર મારી ઈજા કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રેલ્વે સ્ટેશન પાસે આગલા દિવસની બોલાચાલીનો ખાર રાખી કારમાં આવેલ ચાર શખ્શોએ લાકડાના ધોકા અને ધારિયા જેવા હથિયાર વડે હુમલો કરી યુવાનને ઈજા પહોંચાડી હતી માળિયા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
માળિયા (મી.) રેલ્વે સ્ટેશન પાસે રહેતા એજાજ હનીફભાઈ મોવર (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ સોહિલ આદમભાઈ માલાણી, રમજાનભાઈ ઈબ્રાહીમભાઈ કટિયા (રહે બંને માળિયા રેલ્વે સ્ટેશન ) તેમજ ઇમરાન અનવર સંધવાણી અને આરીફ અનવર સંધવાણી ( રહે બંને કોળીવાસ માળિયા ) એમ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને આરોપી સોહિલને આગલા દિવસે સામાન્ય બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી આરોપીઓ ક્રેટા કાર જીજે ૩૬ એજે ૪૬૭૪ વાળીમાં આવી ઝઘડો કર્યો હતો આરોપીઓએ ફરિયાદીને માથાના પાછળના ભાગે પાઈપ અને ધારિયા તેમજ લાકડના ધોકા લઈને આવી માર મારી ઈજા કરી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
