<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

મોરબીના વિસીપરામાં રહેતી પરપ્રાંતીય પરિણીતાએ આપઘાત કર્યો.

પરિણીતાએ પોતાના ઘરે રૂમમાં દુપટ્ટા વડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિસીપરામાં રહેતી પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.


મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વિસીપરા ચાર ગોદામ પાસે ભાડાના મકાનમાં રહેતા રોશનીબેન રામુભાઈ મઈડા  નામની પરિણીતાએ પોતાના ઘરે રૂમમાં દુપટ્ટા વડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી બી ડીવીઝન પોલીસે સગીરા આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(11:54 PM IST)