<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

કેન્દ્ર સરકારના અનુસૂચિત આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણા કચ્છમાં: સરહદી બાલાસર ગામે કરી કારગિલ વિજય દિવસની ઉજવણી

સાંસદ અને ભાજપ ના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાથે તાલુકા મામલતદાર એચ.બી વાઘેલા બાલાસર પીએસઆઇ વી.એ.ઝા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયા કૌશિક બગડા સહિતના ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : મૂળ ગુજરાતના રાજકીય આગેવાન અને હાલ રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના ચેરમેનની જવાબદારી સંભાળતા કિશોરભાઈ મકવાણા શનિવારે કચ્છના એક દિવસના પ્રવાસે હતા. તેઓ ખાસ કારગિલ વિજય દિવસની ઉજવણી અર્થે પૂર્વ કચ્છના સરહદી વિસ્તાર એવા રાપર તા.ના બાલાસર ગામે પહોંચ્યા હતા. અહીં ૨૬ જુલાઈના દિવસે કારગિલ યુદ્ધની ઉજવણીના યોજાયેલા કાર્યક્રમમાં એમણે ભાગ લીધો હતો. ભારતીય સેના એ ૨૬ જુલાઈએ પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં વિજય મેળવી તિરંગા ને લહેરાવ્યો હતો. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારગિલ વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત રાપર તાલુકાના બાલાસર ગામે વિવિધ સામાજીક સંસ્થાઓ તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ ના ચેરમેન કિશોરભાઈ મકવાણા, સાંસદ અને ભાજપ ના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાથે તાલુકા મામલતદાર એચ.બી વાઘેલા બાલાસર પીએસઆઇ વી.એ.ઝા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયા કૌશિક બગડા કિશોર મહેશ્વરી બાલાસર સરપંચ સહિત શાળા ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તેમજ આસપાસ ના સરપંચો સામાજીક સંસ્થાઓ તથા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો તથા સંસ્થાઓ ના પ્રતિનિધિઓએ કારગિલ વિજય દિવસ ની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા તથા એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી હતી. હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા આર્ય ફાઉન્ડેશન અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:27 AM IST)