<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

જૂનાગઢના ધીરેન કારીયાને પોલીસ પકડથી દૂર રાખવા તેના પત્‍નિ તથા પુત્ર દ્વારા બોગસ સીમકાર્ડનો ઉપયોગ : તપાસમાં રાધનપુરથી એકટીવેટેડ બહારના રાજયના ૧ હજાર સીમાકાર્ડ કબ્‍જે : બેની ધરપકડ : રાજયવ્‍યાપી બોગસ સીમાકાર્ડ કૌભાંડની શંકા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૮:  પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા ની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજીક ઇસમો દ્વારા કરાવામાં આવતી અસામાજીક પ્રવળતિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની સુચના અન્‍વયે આવા ઇસમો વિરુધ્‍ધ કડકમાં કડક કાર્યવાહી ક૨વા સુચના થઈ આવેલ હોય તેમજ ગે૨-કાયદસ૨ પ્રોહીબીશનની પ્રવળતિ સાથે સંકળાયેલ જૂનાગઢ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપ૨ આક્રમક પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય. જે અન્‍વયે અન્‍વયે ક્રાઈમ બ્રાન્‍ચના પો.ઈન્‍સ. જે.જે.પટેલની સુચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચના પો.સ્‍ટાફના માણસો ઉપરોક્‍ત ગુન્‍હામા નાસતા ફરતા આરોપી પકડી પાડવા કાર્ય૨ત હોય આ દરમ્‍યાન એ-ડીવીજન પોલીસ સ્‍ટેશન ગુ.૨.નં. ૧૧૨૦૩૦૨૩૨૫૦૪૮૪/૨૦૨૫ પ્રોહી એક્‍ટ કલમ ૬૫(એ)(એ), ૮૧ મુજબની તપાસ ક્રાઈમ બ્રાન્‍ચ ચલાવી રહેલ  દરમ્‍યાન આરોપી પરમના મોબાઇલ ફોનમા સીમકાર્ડ બાબતેની માહીતી મળી આવતા જે આધારે તપાસ કરતા આરોપી પરમ કારીયાના કુટુંબી મામા સંદીપ ઉર્ફે બંટી રહે. વડોદરા વાળા મારફતે બહા૨ના રાજ્‍યના ત્રણ સીમકાર્ડ ધરમ ઉર્ફે ધવલ સ/ઓ વળંદાવનભાઈ ૨તીલાલ મીઠીયા રહે. જુનાગઢ વાળાને મોકલેલ જે ત્રણેય સીમકાર્ડ કબ્‍જે કરી ‘બી' ડીવી. પોલીસ સ્‍ટેશન જાણવા જોગ નં. ૦૫/૨૦૨૫ તા.૩૦/૦૫/૨૦૨૫ થી રજિસ્‍ટર કરાવી આગળની તપાસ ક્રાઈમ બ્રાન્‍ચ દ્રારા ચલાવેલ.

  દ૨મ્‍યાન ગુજસીટોક ગુન્‍હામાં નાસતા ફરતા આરોપી ધીરેન કારીયાને પોલીસ પકડથી દુ૨ રાખવા તેના પત્‍ની નિશાબેન ધીરેન કારીયા તથા તેના પુત્ર પ૨મ ધીરેન કારીયાએ બીજા રાજયના ઠગાઈથી મેળવેલ સીમકાર્ડ તેના કુટુંબી ભાઈ સંદિપ ઉર્ફે બંટી ૨હે.વડોદરા વાળા મા૨ફતે આરોપી ભરત શંક૨ભાઈ પરમારા રહે. અમીપુરા ગામ તા.રાધનપુર વાળા પાસેથી મેળવેલ અને કુલ-૬ સીમકાર્ડ પૈકી એક સીમકાર્ડ નીશાબેન ધીરેન કારીયાએ પોતાના મોબાઇલમાં કે જે તેના કુંટુંબી ભાઈ સંદિપ ઉર્ફે બંટી જર્ગાદશભાઈ અઢીયા પાસેથી મંગાવેલ આઈફોનમાં ઉપયોગ કરેલ અને બે સીમકાર્ડ પરમને આપેલ. જે પ૨મએ તેના સાથીદાર ધવલને સાચવવા આપેલ. તેમજ નીશાએ મેળવેલ સીમકાર્ડના નંબરથી આરોપી ધિરેન કારીયાનાએ વોટસએપ નંબ૨ ચાલુ કરેલ. અને ગેર કાયદેસર પ્રવળતિમાં ઉપયોગ કરવા મદદ કરેલ હોય. આ સિવાય આરોપી ભરત પ૨મા૨ પાસેથી કુલ-૧૦૦૧ એકટીવેટેડ સીમકાર્ડ કબ્‍જે કરવામાં આવેલ. તે તમામ આરોપીઓ વિરુધ્‍ધ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન જુનાગઢ ખાતે ભા૨તીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૨), ૫૪ તથા ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એક્‍ટ ૨૦૦૦ ની કલમ ૬૬(સી), તથા ધી ટેલીકોમ્‍યુનિકેશન એક્‍ટ ૨૦૨૩ ની કલમ ૪૨(૩)સી મુજબ ગુન્‍હો ૨જીસ્‍ટ૨ ક૨ાવેલ. વધુ હાલ આગળની તપાસ એસ.ઓ.જી ખાતે સોંપવામાં આવેલ છે. અને વધુ બોગસ સીમકાર્ડ નો રાજયવ્‍યાપી રેકેટ ઝડપાઈ શકે તેવી શકયતા ૨હેલ છે.

 અટક કરેલ આરોપીમાં (૧) ભરતભાઈ શંકરભાઈ પરમાર ઉવ.૩૮ ધંધો. વેપાર રહે.અમીપુરા, તા.રાધનપુર જી.પાટણ (૨) પ૨મ ધીરેન કારીયા રહે. જુનાગઢ રાયજીબાગ નોબલ પ્‍લેટીનીયમ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૮૦ર,૮૦૩ છે જયારે  અટક ક૨વા પ૨ બાકી આરોપીનામાં (૧) ભરત અંબુલા રહે. વિજયવાડા આંધ્રપ્રદેશ, (૨) ચંદનકુમા૨ મોહનંતી રહે. ઓડીશા રાજ્‍ય, (૩) સંદિપ ઉર્ફે બંટી જગદિશભાઈ અઢીયા, લોહાણા, ઉ.વ. ૪૩, ધંધો. મોબાઈલ લે-વેચનો રહે. બ્‍લોક નં.એ-૨૦૨, બાલાજી પ્‍લેટીના એપાર્ટમેન્‍ટ, ગુરૂકુળ ચાર રસ્‍તા, વાઘોડીયા રોડ, વડોદરા, (૪) નિશાબેન ધીરેન કારીયા રહે.જુનાગઢ રાયજીબાગ નોબલ પ્‍લેટીનીયમ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.૮૦૨, ૮૦૩ હજુ ફરાર છે.

ક્રાઈમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ.જે.જે.પટેલ તથા પો.સબ ઇન્‍સ. ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, સામતભાઈ બારીયા, યશપાલસિંહ જાડેજા, વિક્રમભાઈ ચાવડા, પો.હેડ કોન્‍સ. સાહિલભાઈ સમા, જયદિપભાઈ કનેરીયા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે ૨હી આ કામગીરી કરેલ છે. (૯.૬)

(11:42 AM IST)