<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે આરાધ્યા ઈન્ડસ્ટ્રીઝ કેમિકલની ફેકટરીમા આગ ભભૂકતા ફેક્ટરી બળીને ખાખ : જુઓ વિડિઓ

આગ અંગે ચોકસ કારણ કે નુકસાન અંગે કોઈ માહિતી નથી પરતું રોડ ઉપરથી ધુમાડાના ગોટેગોટા નિકળતા જોવા મળતા દોડધામ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૮ : ટંકારા તાલુકાના નેકનામ મિતાણા રોડ ઉપર ધ્રોલિયા ગામના પાટીયા પાસે આરાધ્યા ઈન્ડસ્ટ્રીઝ કેમિકલ બનાવતી ફેકટરીમા અત્યારે સવારના પોણા દશેક વાગ્યાના સુમારે આગ ભભૂકી ઉઠી હોવાની વિગતો સામે આવી છે.

આગ અંગે ચોકસ કારણ કે નુકસાન અંગે કોઈ માહિતી નથી પરતું રોડ ઉપરથી ધુમાડાના ગોટેગોટા નિકળતા જોઈ શકાય છે. એક ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે ફાયર બ્રિગેડ ધટના સ્થળે વધુ વિગતો મેળવાઈ રહી છે.

(11:48 AM IST)