<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

જસદણ પાસેના ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રથમ સોમવારે સવારથી જ શિવ ભક્‍તો ઉમટયા

ભાજપ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોધરા દ્વારા આજે મહાપૂજા, ધ્‍વજા રોહણ અને બ્રહ્મચોર્યાસી જેવાં ધાર્મિક કાર્યો

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૨૮: જસદણ નજીક આવેલા અને વીંછિયા તાલુકાના સોમ પીપળીયા ગામમાં આવેલ વિખ્‍યાત અભુતપૂર્વ અને ઐતિહાસિક શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિકજનો સવારથી જ ઉમટી પડી દાદાની વિવિધ પ્રકારે આરાધના કરી હતી.

આજે શ્રાવણ માસના થમ સોમવારે સમગ્ર મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્‍યું હતું.

આજે પ્રથમ સોમવારે ઘેલાં સોમનાથ મંદિરમાં જસદણના પુર્વ ધારાસભ્‍ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોધરા દ્વારા ભોળાનાથની મહાપુજા, બ્રહ્મચોર્યાસી અને ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું અને તેમના દ્વારા લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે ભારતીય જનતા પાર્ટીના તમામ નાનાથી મોટેરા આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો આ સદ્દકાર્યમાં તેમના નિમંત્રણને માન આપી જોડાયા હતા.

આમ આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે જસદણ વિંછીયા પંથકના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્‍યા હતાં. અત્રે નોંધનીય છે કે ઘેલાં સોમનાથ મંદિરના દર્શનાર્થે આવનાર તમામ ભાવિકજનો માટે ટ્રસ્‍ટ દ્વારા પાણીથી લઈ આરોગ્‍ય સુધીની કાળજી લેવામાં આવે છે તેથી દેશભરમાંથી શિવ ભક્‍તો અહી આવે છે

(12:04 PM IST)