<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

પોરબંદર ભાજપ દ્વારા પૂર્વ સૈનિકોનું સન્‍માન

 

પોરબંદરઃ કારગિલ વિજય દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ સૈનિકો નું શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કારગીલ શહીદોને યાદ કરી મૌન પાળવામાં આવ્‍યું હતું, આ કાર્યક્રમ માં  ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી , જિલ્લા યુવા મોરચા પ્રમુખ લકકીરાજસિંહ વાળા , જિલ્લા કિશાન મોરચા પ્રમુખ ભીમભાઇ ઓડેદરા , જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મીતાબેન થાનકી ,અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા, પૂર્વ શહેર પ્રમુખ  પંકજભાઈ મજીઠીયા, કાર્યક્રમના સહ ઇન્‍ચાર્જ દિપકભાઈ જુંગી, જિલ્લા ભાજપના આગેવાન સામતભાઈ ઓડેદરા,ધર્મેશભાઈ પરમાર, સરોજબેન કક્કડ, હીતેશભાઈ કારિયા, કપિલભાઈ કોટેચા, સંજયભાઈ લોઢારી, કિંજનભાઈ દત્તાણી , મનસુખભાઇ વ્‍યાસ, હર્ષભાઈ રૂઘાણી, આનંદભાઈ નાંઢા, પાર્થભાઈ રાઠોડ, તુશીલભાઈ વાઘેલા, રાજભાઈ પોપટ, ભકાભાઈ ઓડેદરા,મયુરભાઈ કુહાડા, લીલાભાઈ મોઢવાડીયા સહિતના કાર્યકર્તા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જગદીશભાઈ બાપોદરા દ્વારા કરવામાં આવ્‍યું હતું. પૂર્વ સૈનિકોનું સન્‍માન કરવામાં આવ્‍યું તે તસ્‍વીરો. (તસ્‍વીરઃ પરેશ પારેખ, પોરબંદર)(

(1:08 PM IST)