News of Monday, 28th July 2025
વેરાવળના બિલ્ડર્સ વિરૂધ્ધ પી.આઈ.એલ. કરનાર પત્રકારો સહિત સાતને એક કરોડ ૪૦ લાખનો દંડ હાઈકોર્ટે ફટકાર્યો
બ્લેક મેઈલીંગ કરી ખંડણીખોરી કરતા તત્વો સામે હાઈકોર્ટની લાલ આંખઃ મહત્વનો ચૂકાદો દરેક અરજદારોને ૨૦-૨૦ લાખ જમા કરાવવા આદેશઃ જમા થયેલ રકમ અનાથ બાળકોના હિતમાં વપરાશે

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા.૨૮: વેરાવળ શહેરના બિલ્ડર સામે ૨૦૨૨માં સાત વ્યકતીઓએ ગેરકાનુની બાંધકામ માટે હાઈકોર્ટમાં જાહેરહીતની અરજો કરેલ હતી હાઈકોર્ટના ચીફ જજની બેન્ચે તેને નકારી હુકમ કર્યો હતો કે સાતેય અરજદારોએ પોતાના અંગત સ્વાર્થ દુશ્મનાવટ બ્લેકમેલીગ ખંડણી ઉધરાવવા માટે ન્યાયોક પ્રકીયાનો દુર ઉપયોગ કરીને સમય વ્યય કર્યો છે જેથી દરેક અજરદાને ૨૦ લાખ રૂપીયાનો દંડ કરવામાં આવે છે સાત અરજદારોને ૧.૪૦ લાખ(એક કરોડ ચાલીસ લાખ) ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ ઓથોરેટીમાં બે માસમાં જમા કરવવાનો રહેશે તેનો ઉપયોગ મહિલા અને અનાથ બાળકોના હીત પાછળ ખર્ચ કરવામાં આવશે.
વેરાવળ વિનાયક બિલ્ડર્સ સામે ખાનગી ચેનલના બે પત્રકારો સહીત સાત વ્યકતીઓ (૧) રાકેશ જાદવભાઈ પરડવા (૨) ચેતનગીરી કૈલાશગીરી અપારનાર્થી (૩) દીપક જેઠાલાલા ખોરાબા (૪) મુકેશ હરીભાઈ વધાવી (૫) અઢીયા પંકજકુમાર વળંદાવન દાસ (૬) ભોલા જયેશભાઈ હમીરભાઈ (૭) વાઠેર ભદ્રેશભાઈ એ ૨૦૨૨ માં ખોટા આક્ષેપો કરીને હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરેલ હતી. તે જેનો ચુકાદો ચીફ જસ્ટીસ શ્રીમતી સુનીતા અગ્રવાલ તથા જસ્ટીસ ડી.એન.રે એ આપેલ હતો કે આ જાહેરહીતની અરજી સાતેય એ પોતાના અગત સ્વાર્થ ખાતર કરેલ છે અગત દુશ્મનાવટ બ્લેકમેલીગ ખંડણી ઉધરાવવા માંગતા હતા અરજદારો પોતાને પત્રકારો ગણાવે છે કોની સાથે છે તેવું કંઈ જણાવેલ નથી રાકેશ પરડવા બ્લેકમેલર છે તેની વિરૂધ્ધ એફ.આર.આઈ થયેલ છે ૨૦૧૯ ચાર્જશીટ પણ થયેલ છે જેની સામે પ્રભાસપાટણ પોલીસમાં ખંડણીની ફરીયાદ નોંધાયેલ છે વિનાયક ડેવલોપર્સ મજુરી લઈને બાંધકામ કરેલ છે નાની મોટી ભુલો કાઢીને અજદાર પાસેથી સાથે મળીને પૈસા પડાવવા માંગતા હોય હાઈકોર્ટે આકરૂ વલણ લેતા જણાવેલ હતું કે જાહેરહીત અરજી અગંત સ્વાર્થ સાધવા કે પબ્લીસીટી માટે થઈ શકે નહી આવા અજદારો માટે કોર્ટમાં કોઈ જગ્યા નથી પોતાનાને પત્રકારો ગણાવે છે આવા લોકોને ઉદાહરણ રૂપે ખુબ મોટો દંડ જરૂરી છે આ અજદારોને જુલાઈ ૨૦૨૨માં હુકમ ફરમાવીને હાઈકોર્ટે જણાવેલ હતું કે જો આ જાહેરહીત નહી હોય તે ખુબજ મોટો દંડ કરવામાં આવશે એ નજર સમક્ષ રાખજો ૨૦૨૨ થી ગુજરાત હાઈકોર્ટની મશીનરીનો દુરઉપયોગ કર્યો છે જેથી આ સાતેય અરજદાની આવી કોઈ અરજી ભવિષ્યમાં ન સ્વીકારવા પણ આદેશ કરવામાં આવેલ છે.
છેલ્લા કેટલાય સમયથી વેરાવળ સોમનાથ વિસ્તારમાં તંત્ર ને અનેક અરજીઓ કરી આર.ટી.આઈ એકટીવીસ્ટો, પત્રકારો, સામાજીક કાર્યકરોની ઓળખ આપી મોટા તોડપાણી કરતા હોય તેવા પણ અનેક કિસ્સાઓ વહીવટી, પોલીસ તંત્ર ને ધ્યાનમાં આવેલ છે આ ચુકાદા આવેલ છે તેમાં રાકેશ પરડવા સામે અત્યાર સુધીમાં જુદા જુદા ત્રણ ગુનાઓ પણ નોંધાયેલ છે બ્લેક મેલીગ કરવું ખંડણી ઉધરાવવી અનેકને યેનકેન પ્રકારે મુશ્કેલીમાં મુકવા તેવી અનેક ફરીયાદો રાજય સરકાર સુધી થયેલ છે રૂપીયા ૨૦ લાખ જેવો મોટો દંડ એક એક અરજદાર ને ફટકારાતા ભારે ખળભળાટ મચેલ છે.
એડવોકેટ ચિરાગ કકકડે જણાવેલ હતું કે આ પહેલા પણ વિનાયક ડેવલોપર્સના માલીકની બદનક્ષી કરવા બદલ રાકેશ પરડવા સહિતનાની સામે પણ ફોજદારી ફરીયાદ કોર્ટમાં દાખલ કરાયેલ છે જેમાં ૧૪ આરોપી બનાવી ૧૫/૧૫ હજાર રૂપીયાના કોર્ટ દ્વારા જામીન પણ લેવાયેલ છે ન્યાય તંત્ર દ્વારા આવા બ્લેક મેલરો, ખંડણી ઉધરાવનારાઓ સામે આકરૂ પગલું લેતા અરજદારો માટે સીમાચીન્હરૂપ ચુકાદો આપેલ છે વિનાયક બિલ્ડર્સને ન્યાય મળતા બિલ્ડસોં તેમજ જમીન મકાનની કામગીરી કરતા અનેક આ ચુકાદાને બિરદાવેલ છે.
પી.આઈ.એલ કરનાર સાતને ચીફ જસ્ટીસ દ્વારા આટલો મોટો દંડ અરજદારોને ફટકારેલ હોય તેવો ગુજરાતમાં કદાચ પહેલો ચુકાદો હોય તેમ જાણવા મળેલ છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
