News of Monday, 28th July 2025
પૂ. ભોલાનંદ મહારાજના આર્શિવાદ લેતા રામભાઇ-પરસોતમભાઇ

રાજકોટ :.. પવિત્ર શ્રાવણ મહિનામાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ સન્યાસ આશ્રમ ચરખામાં દેવાધીદેવ શ્રી શાંતીશ્વર મહાદેવની તથા પાર્થિવલિંગ પુજા-અર્ચના દરરોજ કરવામાં આવી રહી છે. સદગુરુદેવ પૂ. નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કળપાપાત્ર સદશિષ્ય સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ચાતુર્માસ દરમ્યાન શ્રી શાંતીશ્વર મહાદેવનુ પૂજન અર્ચન તથા સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને રાજકોટના સાંસદ પરશોતમભાઈ રુપાલાએ લીધા હતા. આ તકે ટીંબી હોસ્પીટલના ટ્રસ્ટી અશોકભાઈ ગીડા ઉપસ્થિત રહયા હતા.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
