<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

સાવરકુંડલામાં પોણા બે લાખના દારૂ સાથે ઝડપાયોઃ બે આરોપી છૂ

 

સાવરકુંડલા તા.૨૮: સાવરકુંડલામાં નેસડી રોડ ગેટ પાસેથી ભોજભાઇ નનકુભાઇ ધાધલ ઉ.વ.૨૮ ધંધો.ખેતી રહે.મેરીયાણા તા.સાવરકુંડલા ને  દારૂ સાથે પકડેલ છે. ત્‍યારે (૧) મહીપતભાઇ દડુભાઇ નાટા રહે.માવજીંજવા તા.બગસરા (૨) મનુભાઇ રામભાઇ પટગીર રહે.શેલણાતા.સાવરકુંડલા નાશી ગયા છે.

મુદામાલમાં (૧)મેકડોવેલ્‍સ નંબર- ૧  બોટલો નંગ -૨૪ (પેટી એક બોટલની કી.રૂ./-૫૬૧ લેખે બોટલો નંગ-૨૪ ની કિ.રૂ.૧૩,૪૬૪/- (૨) રોયલ ચેલેન્‍જ પ્રીમિયમ ગોલ્‍ડ વ્‍હીસ્‍કીબોટલો નંગ-૨૦૪ (પેટી નંગ-૧૭) એક બોટલની કી.રૂ.૬૮૬/- લેખે બોટલો નંગ-૨૦૪ ની કિ.રૂ./-૧,૩૯,૯૪૪/-(૩) રોયલ સ્‍ટગ કલાસીસ વ્‍હીસ્‍કીબોટલો નંગ-૩૬ (પેટી નંગ-૩) એક બોટલની કી.રૂ.૬૭૩/- લેખે બોટલો નંગ - ૩૬ની કિ.રૂ.૨૪,૨૨૮/-(૪) ફોરવ્‍હીલ ગાડીની કિ.રૂ.૪,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૩૭,૬૩૬/- નો મુદામાલ કબ્‍જે કરાયો છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનના ઇ.ચા. પો.ઇ. એચ.એમ. અગ્રાવત એ.ેએસ.આઇ. જીજ્ઞેશભાઇ અમરેલીયા તથા હેડકોન્‍સ.નાગભાઇ કીકર તથા પો.કોન્‍સ.જયપાલસિંહ ગોહિલ તથા ભરતભાઇ શીરોલીયા દ્વારા કરવામાં આવેલ છે.(

(1:22 PM IST)