News of Monday, 28th July 2025
સાવરકુંડલા મુસ્લિમ સમાજ દ્વારા પરાગ ત્રિવેદીનું સન્માન

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૮: સાવરકુંડલાના પનોતા પુત્ર અને નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન એમ ડી દરેક સમાજ સાથે સુમેળ ભર્યા સંબધો ધરાવતા એવા નવયુવાન પરાગભાઇ ત્રિવેદીની ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી થતાં સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધારેલ છે ત્યારે સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના હોદેદારો અને આગેવાનો એ સન્માન કરેલ હતું જેમાં સુન્ની મુસ્લીમ જમાત પ્રમુખ ઈરફાન કુરેશી ઉપપ્રમુખ ઇકબાલ ગોરી નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન કાઉન્સિલર નાસીર ચોહાણ પૂર્વ ડિરેક્ટર ઉસ્માનભાઈ પઠાણ નગર સેવક રાજેભાઈ ચોહાણ દિલીપભાઈ જીરૂકા ફારૂક કાદરી સંધી જમાત પૂર્વ પ્રમુખ અલીભાઈ જાખરા સિપાહી સમાજના અગ્રણી અને નિવળત પોલીસ એ એસ આઈ યુસુફભાઈ કુરેશી કોંગ્રેસ અગ્રણી એહમદ ભાઈ ચોહાણ વિગેરે આગેવાનો એ ફૂલ હારથી સન્માન કરી મ્હો મીઠું કરવી ખાદી ઉદ્યોગ ક્ષેત્રે ખુબ જ પ્રગતિ કરો અને સાવરકુંડલાનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
