News of Monday, 28th July 2025
સાવરકુંડલા ગુરુકુળમાં જિલ્લા કક્ષાની બેઝબોલ સ્પર્ધા યોજાઇ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૮: સાવરકુંડલા ખાતે તા.૨૬/૭ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અમરેલી જિલ્લા બેઝબોલ સ્પર્ધા સાવરકુંડલા, લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસાવાળાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વડા શાષાી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, સાવરકુંડલા નગર પાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધ સિંહ રાઠોડ, અમરેલી જિલ્લા રમત ગમત અધિકારી અને સિનિયર કોચ પૂનમ મેડમ, અમરેલી જિલ્લા વ્યાયમ સંઘના પ્રમુખ અને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ગુજરાત રાજ્ય વ્યાયામ સંઘના પ્રમુખ પી. ડી.મિયાની સાહેબ, ભાજપ અગ્રણી રાજુભાઈ નાગ્રેચા, હસુભાઈ ચાવડા, જીવન ભાઈ વેકરીયા, અમિત ભાઈ પંડ્યા હાજર રહ્યાં હતા.
૨૬ જુલાઈ કારગીલ વિજય દિવસ હોવાથી તે નિમિત્તે કાર્યક્રમ માં પધારેલા આર્મી મેન અશોકભાઈ દવેનું વિશેષ સન્માન સ્વામીજી અને ધારાસભ્ય શ્રી દ્વારા કરવામાં આવેલ તેમજ કારગિલ વિજય દિવસ પર શાળાના વિદ્યાાર્થીઓ રાઠોડ વૈભવીબા અને ખુમાણ જયદીપ દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ.
અમરેલી જિલ્લા બેઝબોલ સ્પર્ધામાં U ૧૭ માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અંગ્રેજી મિડીયમ શાળા વિજેતા બની હતી જ્યારે રનર અપ શ્રીમતી એ. કે. ઘેલાણી માધ્યમિક શાળા ગુરુકુળ રહી હતી. U ૧૪ માં પ્રથમ વિજેતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ એ અંગ્રેજી મિડીયમ શાળા ચેમ્પિયન બની હતી જ્યારે દ્રિતીય વિજેતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળા રહી હતી જ્યારે U ૧૯ સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોમર્સ વિભાગ પ્રથમ વિજેતા બન્યા હતા જ્યારે દ્રિતીય વિજેતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ સ્કૂલ આવેલ. બહેનોની બેઝબોલ સ્પર્ધા માં U.૧૪,૧૭,૧૯ માં તમામ સ્થાનો પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અંગ્રેજી મિડીયમ શાળા ચેમ્પિયન બની હતી. ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતો સ્પર્ધાનું આયોજન ગુરુકુળ શાળાના કોચ શ્રી દિપકભાઈ વાળા અને ઝાલા દિગ્ગજ સિંહ દ્વારા કરવામાં આવેલ જેમાં કાર્યક્રમનું સંચાલન ગુરુકુળના ડાયરેક્ટર વ્યાસ સાહેબ દ્વારા કરવામાં આવેલ. તમામ વિજેતા બાળકોને સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી તથાં સંસ્થાનાં પ્રમુખ શાષાી હરિપ્રસાદ દાસજી સ્વામીએ આશિર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા.(
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
