હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th July 2025
જામનગરના શિવાલયોમાં ભાવિકોની ભીડ

જામનગર : કાશી ગણાતા જામનગરમાં પ્રથમ શ્રાવણી માસ ના સોમવાર નિમિત્તે શિવાલયમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. સવારથી જ જામનગરના વિવિધ શિવાલયોમાં ભક્તોની કતારો લાગેલી જોવા મળી છે. જામનગરમાં આવેલ રાજાશાહી વખતના ભીડ ભજન મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર ઉપરાંત પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો મહાદેવના દર્શન માટે મંદિર બહાર કતારો લગાવેલા જોવા મળ્યા હતા. હર હર મહાદેવ અને બમ બમ ભોલેનાથના વાતાવરણથી ધર્મમય બન્યું હતું. જ્યાં શિવ અને જીવનું મિલન થતું જોવા મળ્યું હતું.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)(
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
