<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

સાવરકુંડલાઃ જે.વી.કાકડીયાની પ્રતિભા ઝાંખી કરવાનો પ્રયાસઃ બાબાભાઇ ખુમાણ

 

 (ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૮: ધારી બગસરા વિસ્‍તારના ધારાસભ્‍ય જેવી કાકડીયા ને રાજકીય પ્રતિભા ને ઝાંખી પાડવા કેટલાક તત્‍વો સક્રિય બન્‍યા છે તેમના દીકરા ની ખોટી રીતે સંડોવણી માં ખોટા  પ્રયત્‍નો  કર્યા છે તે ખરેખર અયોગ્‍ય બાબત ગણાઈ  તેવી ખાંભા ના સરપંચ બાબાભાઈ ખુમાણ એ  પ્રતિક્રિયા આપી હતી.

 સરપંચ બાબાભાઈ ખુમાણ એ જણાવેલ કે ધારી બગસરા ખાંભા વિસ્‍તાર માં થી સતત ત્રણ ટર્મ થી ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈ આવતા જે વી કાકડીયા ધારી  બગસરા અને ખાંભા  વિસ્‍તાર માં અઢળક વિકાસના કાર્યો કર્યા હોવાથી ધારાસભ્‍ય જેવી કાકડીયા ધારી બગસરા ખાંભા ની જનતા ના દીલમાં સ્‍થાન પ્રાપ્‍ત કર્યું હોવા થી જે વી કાકડીયા ધારી બગસરા ની જનતા અને ગુજરાત ભાજપ સરકાર માં આગવું સ્‍થાન પ્રાપ્ત કરેલ હોવા થી તેમની ઉજળી પ્રતિભા ને જાખી  પાડવા માટે તેમના દીકરા આનંદ કાકડીયા ખોટી રીતે  ની સંડોવણી કરવા માટે કેટલાક  તત્‍વો ધમપછાડા કરી રહ્યા છે

ધારાસભ્‍ય જે વી કાકડીયા દરેક સમાજ ને સાથે રાખી ચાલનાર છે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વિકાસ પુરુષ તરીકે છાપ ઉપસી આવેલ છે તેવી સ્‍વચ્‍છ અને ઉજળી પ્રતિભા ને જાખી પાડવા જે પેતરા રચવા માં આવેલ છે તે ખરેખર વ્‍યાજબી અને યોગ્‍ય ન ગણાય તેવું અંત મા ખાંભા ના સરપંચ બાબાભાઈ ખુમાણ જણાવેલ હતું.

(1:55 PM IST)