News of Monday, 28th July 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાઃ ગોરંભાયેલુ વાતાવરણ યથાવત
સાર્વત્રિકના બદલે ધીમીધારે સીમીત વિસ્તારોમાં વરસતો વરસાદઃ પવનનું જોર વધ્યુ

રાજકોટ તા.૨૮: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા વરસી રહયા છે અને ગોરંભાયેલુ વાતાવરણ યથાવત છે. છેલ્લા થોડા દિવસોથી સાર્વત્રિકના બદલે ધીમીધારે વરસાદ વરસી જાય છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના પાવન દિવસની સવારથી જુનાગઢ સહિત સોરઠમાં મેઘાવી માહોલ જામ્યો છે અને જેની સાથે મેઘરાજાએ છે ધીમીધારે વરસવાનું શરૂ કર્યું છે.
જુનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું છે. સવારે સૂર્યનારાયણના દર્શન પણ થયા નથી. જોરદાર મેઘાવી માહોલ વચ્ચે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેની સાથે જૂનાગઢનો લઘુતમ તાપમાન ૨૫.૮ ડીગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૩ ટકાએ પહોંચી ગયું હતું. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૬ કિલોમીટરની રહેવા પામી છે.
જૂનાગઢના ગિરનાર પર્વત પર પણ સવારથી ધીમીધારે વરસાદ છે. સવારના પ્રારંભિક બે કલાકમાં ગિરનાર પર્વત ખાતે ૫ મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે બે દિવસના વિરામ બાદ કેશોદ તાલુકામાં પણ સવારથી મેઘરાજાએ આળસ મરડી છે. સવારે જોરદાર ઝાપટું વરસી જતા બે મીમી પાણી પડ્યાનું નોંધાયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૭, મહતમ તાપમાન ૩૧.૫, ભેજનું પ્રમાણ ૮૩%, પવનની ગતિ ૧૨.૨ કિ.મી. રહી છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
