<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું અવસાનઃ તેઓનુ નામ સાંભળતા જ ગુન્‍હેગારોના પગ ધ્રુજવા લાગતા

નિવૃત્તિ પછી સુરેન્‍દ્રનગરમાં સ્‍થાયી થયા હતા અને વૃક્ષોના જતન સાથે લોકસેવા પણ કરતા'તા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૮ :..   ગુજરાત પોલીસના એક જાંબાઝ નિવળત DySp સુખદેવસિંહ ઝાલાએ અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાત પોલીસના એક એવા અધિકારી જેના નામ માત્રથી ગુનેગારો થરથર કાંપતા હતા. આ અધિકારી પોતાની ફરજ વખતે ગેરકાનૂની ધંધા રોકવા માટે સખત પ્રયત્‍ન કર્યા હતા તેમજ ગુનેગારને ખુબ જ કડક સજા આપતા હતા. પોલીસ વિભાગમાં એક સમય એવો હતો કે, જ્‍યારે સુખદેવસિંહ ઝાલાનું ફક્‍ત નામ સાંભળતાની સાથે જ ગુનેગારોના પગ ધ્રુજવા લાગતાં હતાં.

સુખદેવ સિંહ ઝાલાએ જ્‍યાં સુધી પોલીસમાં વિભાગમાં રહ્યા ત્‍યાં સુધી ખૂબ જ ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી હતી. એક ઈમાનદાર અને જાંબાઝ અધિકારીઓમાં તેમનું નામ આવતું હતું.

સુખદેવ સિંહ ઝાલા લખતર તાલુકામાં આવેલ ઝંમર ગામના વતની છે. પરંતુ તેઓ પોતાના કાર્યકાળ વખતે સૌરાષ્‍ટ્રમાં આવેલ જામનગરમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. જે બાદ તેઓ સુરેન્‍દ્રનગરમાં સ્‍થાયી થયા હતા. દેશ માટે ફરજ બજાવ્‍યા બાદ નિવળત્ત થઈને ગામ લોકો માટે સેવા કરી હતી. જયારે તેઓ સુરેન્‍દ્રનગરથી પોતાના ગામમાં જતા ત્‍યારે ગામની તળાવની પાળે વળક્ષો વાવતા હતા. ફક્‍ત આટલું જ નહી પણ વળક્ષને પાણી તેમજ ખાતર પણ આપતા અને તેનું જતન પણ કરતા હતા.

સૌરાષ્‍ટ્રની અપરાધી આલમમાં ખોફ હતો. તેમણે આ ફાની દુનિયાથી આજે રવિવારે વહેલી સવારે અંતિમ વિદાય લીધી હતી. તેમના ગાયત્રી પરિવાર દ્વારા એમની શાષાોક વિધી અનુસાર પરિવારજનોની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. સવારે તાાન કરીને આવ્‍યા બાદ અચાનક હૃદયરોગનો હુમલો આવતા એમનું આકસ્‍મિક અવસાન થયુ હતું.

પોલીસ ડિપાર્ટમેન્‍ટમાં પ્રમાણિક અને કર્તવ્‍ય નિષ્ઠા સાથે પોતાની અલગ જ ઓળખ ઉભી કરનાર નિવળત DySP સુખદેવસિંહ ઝાલાએ પોતાના મળત્‍યુ બાદ દેહદાન કરવાનો સંકલ્‍પ જાહેર કર્યો હતો.નિવળત થયા બાદ છેલ્લા દસેક વર્ષથી વેદ માતા ગાયત્રી માતાજીની ઉપાસના અને તેમના વતન ઝમર ખાતે અસંખ્‍ય વળક્ષનો ઉછેર કરવાની લોક ઉપયોગી પ્રવળતિ પોતાનો જીવન મંત્ર બનાવ્‍યો હતો.

ગુનેગારોમાં કડક સુખદેવસિંહ ઝાલાની નિવળત્તિના અંતિમ દિવસે DySP તરીકે બઢતી મળી હતી અને સરકાર દ્વારા તેમના કામની કદર કરી બે વર્ષ સુધી એકટેન્‍શન આપવામાં આવ્‍યું હતું. તેઓએ પીએસઆઇ તરીકે કારર્કિદીની શરૂઆત કર્યા બાદ પોરબંદર, ખંભાળિયા અને જસદણ પંથકમાં ફરજ બજાવી હતી. કાદવમાં ખીલતા કમળને કયારેય કાદવ ન લાગે તેમ સુખદેવસિંહ ઝાલા પોલીસ ડિપાર્ટમેન્‍ટમાં પ્રમાણિક અને કર્તવ્‍ય નિષ્ઠા સાથે ફરજ બજાવી હોવાતી તેઓએ સારી એવી લોકચાહના મેળવી હતી. કડક અધિકારીની છાપ ધરાવતા હતા ગુનેગારો ગામ છોડી ને ભાગી જતા હતા.

નિવળત થયા બાદ સુખદેવસિંહ ઝાલા હરિદ્વાર ખાતે શાંતિ કુંજ ખાતે વેદ માતા ગાયત્રીની ઉપાસના કરી હતી અને તેમના ગુરૂદેવના આદેશ અનુસાર તેમના વતન લખતર ખાતેના ઝમર ખાતે મોટી સંખ્‍યામાં વળક્ષારોપણ અને ઉછેર કર્યો છે.સુખદેવસિંહ ઝાલાએ પોતાના મળત્‍યુ બાદ મળતદેહને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેતો દેહદાનનો સંકલ્‍પ જાહેર કર્યો હતો. જામનગરની બેડમિન્‍ટન સોસાયટીમાં પ્રતાપ પેલેસની બાજુમાં ‘સજલ શ્રધ્‍ધા'માં રહેતા નિવળત એસીપી સુખદેવસિંહ હનુભા ઝાલાને કરેલા સંકલ્‍પ પત્રમાં જણાવ્‍યું છે કે, તેમના મળત્‍યુ બાદ પરિવારે રોકકળ કરવાની નથી,

ખરખરો કરવાનો નથી, કોઇ એ બેસણું રાખવાનું નથી, કોઇએ શોક રાખવાના નથી, મુંડન શુધ્‍ધીકરણ. બારમું. સરાવવાની વિધી બાદ મળતદેહને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેતો દેહદાનનો સંકલ્‍પ જાહેર કર્યો હતો. મોરબીમાં પણ તેમણે psi તરીકે ફરજ બજાવી છે મોરબીની પ્રજા આજે પણ તેમને યાદ કરે છે.

અત્‍યાર સુધીમાં સુખદેવ સિંહ ઝાલાએ પોતાના વતનમાં ૧૦,૦૦૦ જેટલા વળક્ષોનું વાવેતર કર્યું છે. તેઓએ નિવળત્તિ લીધા પછી પણ કાર્ય કરીને લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું છે. પોલીસ વિભાગમાં PSI થી લઈને dysp સુધીની ફરજ બજાવેલ સુખદેવ સિંહ ઝાલા પહેલાથી જ ગાયત્રી ઉપાસક હતા.

જેથી નિવળત્તિ બાદ તેમણે ભગવા વષાો ધારણ કર્યા હતા. અને હવે આ સાથે જ તેમણે ગઇકાલે ચીરવિદાય લીધી છે. શ્રી ઝાલાના અવસાનના સમાચારથી ગુજરાત પોલીસ દળ અને સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્‍યું, ગુજરાત પોલીસના પ્રખ્‍યાત અને બાહોશ અધિકારી નિવળત્ત ડીવાયએસપી શ્રી સુખદેવસિંહજી ઝાલા સાહેબ (ઝંમર)નો સ્‍વર્ગવાસ થયેલ છે. પરમકળપાળુ પરમાત્‍મા તેમના દિવ્‍યાત્‍માને ચિર શાંતિ આપે એજ પ્રાર્થના.

ગુજરાત પોલીસ વિભાગે તેમના નિધન પર ઊંડો શોક દર્શાવી તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી ઝાલાના પરિવારજનો, સાથીદારો અને શુભેચ્‍છકો દ્વારા તેમના નિવાસસ્‍થાને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની ભીડ ઉમટી હતી.

મા ભગવતી શ્રી સુખદેવસિંહજી ઝાલાના દિવ્‍ય આત્‍માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્‍તિ આપે. ૐ શાંતિ... શાંતિ... શાંતિ...

(3:26 PM IST)