<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

જામનગરમાં રહેણાક મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ

કડીયાવાડ મોટુ ફળી ચામુંડા માતાના મંદિર પાસે જામનગર વાળાના રહેણાક મકાનમાંથી ઇંગ્લીશ દારૂના ચપલા મળ્યા

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IIS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ  (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા, તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

     દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ ના કિશોરભાઇ પરમાર તથા સુમિતભાઈ શિયારને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં કડીયાવાડમાં માધાણી શેરીમા રહેતા હિરેન ઉર્ફે પોપટ સ/ઓ પ્રાણલાલ વસાણી કડીયા ઉ.વ.૩૫ ધંધો-કડીયાકામ રહેવાસી-કડીયાવાડ મોટુ ફળી ચામુંડા માતાના મંદિર પાસે જામનગર વાળાના રહેણાક મકાનમાંથી ઇંગ્લીશ દારૂના ચપલા નંગ-૬૦ કિ.રૂ.૧૨,૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પોલીસ કોન્સ ભયપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ ભરતભાઇ ડાંગરએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂનો જથ્થો આપનાર રોહીત ઉર્ફે ગટી જયંતીભાઇ ચાવડા રહે.કડીયાવાડ જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે
    આ કાયવાડી પો.ઇન્સ.વી. એમ લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.પી.એન મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(11:33 PM IST)