<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઈનામ વિતરણ સમારોહ યોજાયો.

-મોરબી જીલ્લા ની વિવિધ સ્કૂલ નાં આચાર્યો, તથા વિધાર્થીઓ તથા વાલીઓ એ ભાગ લીધેલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  ‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર , મોરબી દ્વારાં આયોજીત વિવિધ સ્પર્ધાઓ જેમકે સ્ટેમ ક્વિઝ ૩.૦, રૂરલ આઈ ટી.ક્વિઝ-24, સાયન્સ સેમીનાર જેવી  વિવિધ સ્પર્ધાઓ માં રાજ્યકક્ષા એ ભાગ લઈ પોતાનું, પોતાની સ્કૂલ, જીલ્લા નું નામ રોશન કરેલા તેવા સ્પર્ધકોનું મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા સાહેબ, શર્મા સાહેબનાં વરદ હસ્તે ઈનામ વિતરણ સમારોહ નું આયોજન કરેલ.

આ ઈનામ વિતરણ સમારોહ  ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે મોરબી જીલ્લાની વિવિધ સ્કૂલનાં આચાર્યો, તથા વિધાર્થીઓ તથા વાલીઓએ ભાગ લીધેલ.  રાજ્યકક્ષાએ વિજેતાઓને આકર્ષક  ઈનામ, સિલ્ડ, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

(12:51 AM IST)