News of Tuesday, 29th July 2025
સોખડા ગામે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી જીલ્લા ટીમની બેઠક મળી.
મોરબી જિલ્લાના તમામ ગામોમાં ઠાકોર સેના સંગઠન વધુમાં વધુ મજબુત થાય એવા પ્રયત્નો સાથે કામગિરી કરી શિક્ષણ તેમજ વ્યસન મુક્ત સાથે સમાજ વાડીની પ્રોસેજરની કામગીરી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી તાલુકાના સોખડા ગામે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોખડા ગામ સમિતિના હોદેદારોની વરણી કરવામાં આવી સાથે સંગઠનથી માહિતગાર કરી સંગઠન વિશે માર્ગ દર્શન પૂરું પાડી આવનારા દિવસોમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં ઠાકોર સેના સંગઠન વધુ માં વધુ મજબુત થાય એવા પ્રયત્નો સાથે કામગિરી કરી શિક્ષણ તેમજ વ્યસન મુક્ત સાથે સમાજ વાડીની પ્રોસેજરની કામગીરી હાથ ધરી અને આવનારા દિવસોમાં મોરબી જિલ્લા માં મોટા આયોજનની તૈયારીની ચર્ચા કરી હતી.
ચુવાળીયા ઠાકોર સમાજ મોરબી જિલ્લા પ્રમુખ હિમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા, ઠાકોર સેના મોરબી શહેર પ્રમુખ યોગેશભાઇ ઉઘરેજા, ઠાકોર સેના મોરબી તાલુકા ઉપ પ્રમુખ વિજયભાઈ દેગામાં, ઠાકોર સેના મોરબી જિલ્લા કાર્યકર્તા જીતુભાઈ પરમાર , મોરબી ઉપ શહેર પ્રમુખ અમિતભાઈ ભીમાણી મોરબી શહેર મહા મંત્રી મનીષભાઈ સાલાણી મોરબી શહેર સોશ્યલ મીડિયા સેલ, મહેશભાઈ ઠાકોર, મકનસર ગામ સમિતિ મોતીજી ઠાકોર હાજર રહ્યાં સાથે સોખડા ગામ સમિતિના હોદેદારો કાર્યકરતાં મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
