તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 29th July 2025
મોરબીના વાડી વિસ્તાર સહીત બે શાળાઓમાં ડો.હસ્તીબેન મહેતાના કેમ્પ યોજાયા.
૬૦ થી વધુ દર્દીઓનું બ્લડ સુગર તેમજ ૮૦ થી વધુ લોકોનું બીપી ચેકઅપ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગત તા.૨૫ અને ૨૭ જુલાઇ એમ બે કેમ્પ યેજાયા હતા.જેમાં ડૉ.હસ્તલેખાબેન (હસ્તીબેન) મહેતાના ૧૮૯ અને ૧૯૦ માં કેમ્પોના સૌજન્ય માતુશ્રી ચારૂમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યા વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં ઘૂંચરવાડી પ્રાથમિક શાળા વાવડી રોડ, મોરબી ખાતે તેમજ યુનિક સ્કૂલ, ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨ ખાતે એક દિવસીય કેમ્પોના આયોજન કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત કુલ સો થી પણ વધુ દર્દીઓને તપાસી, વજન કરીને જરૂરીયાત મુજબ ત્રણ દિવસની દવાઓ આપવામાં આવી હતી. ૬૦ થી વધુ દર્દીઓનું બ્લડ સુગર તેમજ ૮૦ થી વધુ લોકોનું બીપી ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.કેમ્પમાં જયસુખભાઈ ભાલોડિયા દ્વારા ૬૦ પણ વધુ વા, સાંધા, કમર, હાથ-પગ, હાડકાં દુઃખાવાના દર્દીઓન તપાસવામાં આવ્યા હતા.આ કેમ્પ સફળ બનાવવા માટે મનુભાઈ જાકસાણીયા, રતિલાલભાઈ ભાલોડિયા, જયેશભાઈ કાલરીયા તેમજ ઉમા ટાઉન શીપ સમગ્ર રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.સહાયક રશ્મિભાઈ દેસાઈ, દર્શનબેન ત્રિવેદી, કુ.કોશિકા રાવલ, જીગ્નેશભાઈ કોઠારીએ સેવા આપી હતી.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
