તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
જામનગરમાં શુક્ર-શનિવાર કવિતાવાર સાબિત થયો : વરસાદને નામ હવે આપો વ્હાલકડું.....ટાઢું ટબુકલુ..ટાઢું ટબુકલુ...
જામનગર શહેરની વિવિધ છ શાળાઓમાં સુરતના જાણીતા કવિ સુરેશ વિરાણીએ બાળકોને હાસ્ય કવિતાઓ સંભળાવી રસતરબોળ કર્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯ : તા.25/7 અને 26/7 એમ બે દિવસ દરમિયાન જામનગર શહેરની વિવિધ છ શાળાઓમાં સુરતના જાણીતા કવિ સુરેશ વિરાણીએ બાળકોને હાસ્ય કવિતાઓ સંભળાવી રસતરબોળ કર્યા હતાં. અતિથિ વિશેષ તરીકે લાયન્સ ક્લબના પાસ્ટ પ્રમુખ અતુલ વિરાણી ઉપસ્થિત હતાં. તારીખ 25 /7 શુક્રવારના રોજ કાલિંદી વર્લ્ડ સ્કૂલ, એ.બી.વિરાણી ગર્લ્સ સ્કૂલ,એસ. બી. શર્મા સ્કૂલ, ઉત્કર્ષ પબ્લિક સ્કૂલ તથા તા. 26/7 શનિવારે નંદનવન સ્કૂલ અને જ્ઞાનગંગા સ્કૂલમાં બાળકાવ્યો સંભળાવી સાથે ગવડાવ્યા હતાં. તમામ શાળાઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક લયબદ્ધ રીતે બાળકાવ્યો ઝીલ્યા હતાં અને સાથે ડોલ્યા પણ હતાં.1 મમ્મા મમ્મા... 2 લંચ બોક્સમાં કીડી, 3 સાતવારનું ગીત,4 ખિસકોલીનો ગરબો, 5 ટાઢું ટબુકલુ ...... વગેરે ગીતો સંભળાવી મજા કરાવી હતી.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
