News of Tuesday, 29th July 2025
ચોટીલા પંથકમાં ૬ મોરના મોત બાદ વિજ કંપનીના ૭ કર્મીની ધરપકડ

વઢવાણ, તા.૨૯: ચોટીલાના વડાળી અને ભેટસુડા ગામ રાષ્ટ્રીય પક્ષી મોર વીજ કરંટથી મળત્યુ પામતા હોવાના અહેવાલ હતા. ત્યારે પવનચક્કી કંપનીના કર્મચારીઓ દ્વારા પુરાવાનો નાશ કરતા વન વિભાગ દ્વારા તેની તપાસ હાથ ધરી હતી.
તેમાં વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પવનચક્કીના ૭ કર્મચારીની અટકાયત કરવામાં આવી હતી. તેને વન વિભાગ દ્વારા કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માંગતા રિમાન્ડ ના મંજૂર કરતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
ચોટીલાના વડાળી અને ભેટસુડા ગામે ૧ માસમાં ૬ રાષ્ટ્રીય પક્ષી મોરના વીજ કરંટ લાગતા મળત્યુ થયા હતા. ત્યારબાદ વડાળી ગામ લોકો દ્વારા ચોટીલા નાયબ કલેક્ટર, ચોટીલા મામલતદાર, નાની મોલડી પોલીસ સ્ટેશન અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
તેમાં વનવિભાગ દ્વારા વડાળી ગામે રાષ્ટ્રીય પક્ષી માદા મોરને પવનચક્કીની ૩૩ કેવી લાઇનમાં વીજ કરંટ લાગતા મળત્યુ થતાં તેનું ચોટીલા પશુ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું, તેમાં વીજકરંટથી મોરનું મોત થયુ હોવાનું સામે આવ્યું.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
