<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

વાંકાનેરમાં શ્રી પરશુરામધામ મંદિર પ્રાણપ્રતિષ્‍ઠાવિધીઃ ભવ્‍ય શોભાયાત્રા

શણગારેલ રથ, પ૧ કાર, ૧પ૧ બાઇક, બેન્‍ડ વાજા, ડી. જે. રાસ-ગરબાની રમઝટ બોલીઃ ૩૧મી સુધી વિવિધ કાર્યક્રમો

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૯ :.. વાંકાનેર-રાજકોટ રોડ પર તાલુકા સેવા સદનની બાજુમાં આવેલ બ્રહ્મ સોસાયટી ખાતે ૧૦૦૦ વાર ચોરસ જગ્‍યામાં આકાર લીધેલ સમસ્‍ત બ્રહ્મ સમાજના આરાધ્‍યદેવ અને ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર સમા શ્રી પરશુરામધામ ખાતે ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનો આજથી તા. ર૯, ૩૦, ૩૧ જુલાઇના રોજ પ્રારંભ થયો છે.

ત્‍યારે તા. ર૮ ના રોજ શહેરનું વર્ષો પુરાણુ શ્રી ચત્રભુજરાયજી મંદિર ખાતેથી ગામે ગામથી પધારેલ સંતો-મહંતો જ્ઞાતિજનો તથા વાંકાનેર શહેર તથા તાલુકાભરના બ્રહ્મ સમાજના ભાઇઓ-બહેનો સહિતનાની પ્રેરક ઉપસ્‍થિતીમાં બપોરે ત્રણ કલાકે ભવ્‍યતિ ભવ્‍ય ઐતિહાસીક પુજયદાદાની શોભાયાત્રા (નગરયાત્રા) પ્રસ્‍થાન થઇ હતી.

જે શહેરના રાજમાર્ગો દરબારગઢ રોડ, ચાવડી ચોક, હરીદાસ રોડ, માર્કેટ ચોક, દિવાનપરા, આરોગ્‍યનગર, વિવેકાનંદનગર થઇ નિર્માણધીન પરશુરામધામ ખાતે પહોંચેલ જયાં ધર્મસભા, મહાઆરતી, મહાપ્રસાદ તથા ઉપસ્‍થિત સંતો-મહંતો દ્વારા આશિવર્ચન પાઠવેલ હતાં.

આજે તા. ર૯ થી ત્રિદિવસીય મહાયજ્ઞ વાંકાનેરના સારસ્‍વત કર્મકાંડી ભુદેવો દ્વારા શાષાોદકત વિધી સાથે મંગલ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં મોરબી જીલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઇ કે. ઓઝા તથા વાંકાનેર બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઇ ઓઝા દ્વારા જણાવેલ છે કે સમગ્ર સૌરાષ્‍ટ્ર- ગુજરાત-કચ્‍છમાંથી પધારતા બ્રહ્મ સમાજના ભાવિક ભકતજનો માટે ત્રણેય દિવસ રહેવા તથા ભોજનની સુંદર વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.

આ ઉપરાંત શ્રી પરશુરામધામ ખાતે પધારતા સંતો-મહંતો તથા રાજકીય આગેવાનો આમંત્રીત મહેમાનો, મહાનુભાવો માટે વિશાળ સ્‍ટેજની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે તેમ અંતમાં બન્ને પ્રમુખોએ માહિતી આપતા જણાવ્‍યું છે.

આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવને સફળ બનાવવા બ્રહ્મ સમાજના અગ્રણીઓ ભરતભાઇ ઓઝા, બાબુભાઇ વરણવા (રાજગોર), રાજૂભાઇ રાવલ, અમિતભાઇ ભટ્ટ, દુષ્‍યંતભાઇ ઠાકર, નિશીતભાઇ જોષી, મોહનભાઇ રાજગોર, પ્રમુખ જયેશભાઇ ઓઝા સહિતના કાર્યકરો રાત-દિવસ એક કરી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

તેવી જ રીતે બ્રહ્મ સમાજની બહેનો પણ આ ભગીરથ કાર્યમાં હર્ષભેર જોડાઇ છે.

(10:57 AM IST)