News of Tuesday, 29th July 2025
શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનો ઐતિહાસિક પરિચય
ઇ.સ.૧૪૫૭ માં સોમનાથ મંદિર (પાટણ) ઉપર મહંમદ જાફર દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ ઘેલા સોમનાથ મહાદેવની સ્થાપના થઇ :સૌરાષ્ટ્રની પાંચાળ ભૂમિનું આ મંદિર પવિત્ર અને નૈસર્ગિક સૌંદર્ય ધરાવે છેઃ રાજય સરકારે ૨૦૦૫/૬ માં પ્રવાસન વર્ષમાં સમાવેશ કર્યા બાદ કરોડો રૂ.ના ખર્ચે અવિરત વિકાસઃ યાત્રાળુઓને વધુ સુવિધા મળે એ માટે ઉતારા વ્યવસ્થા વધારવી જરૂરી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૯: સૌરાષ્ટ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં અગાઉ મુસ્લિમ શાસકો દ્વારા અનેક મંદિરો ઉપર હુમલા, તોડફોડ અને લૂંટફાટો કરવામાં આવેલી જેમાંનું એક સોમનાથ મંદિર (પ્રભાસ પાટણ)ઉપર પણ મુસ્લિમ શાસક મહમદ જાફરે હુમલો કરેલો હુમલા બાદ શ્રી ઘેલા સોમનાથ મંદિરની સ્થાપના થઈ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રી ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ જે કપોળ જ્ઞાતિના બારોટના હસ્તલિખિત ચોપડે નોંધાયેલો છે અને મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યુ છે તે વાકય રચનાના ફેરફાર સાથે અક્ષઃરસ અકીલાના વાંચકો સમક્ષ મુકીયે છીએ.
આ મંદિરનો ઇતિહાસ આશરે ૧૫ મી સદી ૧૪૫૭ આસપાસનો છે આ સમયે ગુજરાત ઉપર મુસ્લિમ શાસક મહમદ ગજનીની આણ વર્તાતી હતી અને મહમદ ગજની દ્વારા તેનુ સૈન્ય અને સુલતાનો અનેક મંદિરોના ખંડનની પ્રવળત્તિઓ કરી રહ્યા હતા.
૧૫ ના સૈકામાં ગુજરાતના સુલતાન મહમદ જાફરની કરડી નજર સોમનાથ મંદીર ઉપર પડી અને તેણે સોમનાથ મંદિર ઉપર હુમલો કરી તોડી નાંખવાનુ નક્કી કર્યું.
જાફરના આ મનસુબાની સૌરાષ્ટ્રના ક્ષત્રિયોને અગાઉથી બાતમી મળી જતા તેઓએ પ્રતિકાર કરતા જાફર નિષ્ફળ ગયો ત્યારે જ ‘‘શ્રી ધેલા સોમનાથ'' મંદીરની સ્થાપના થઇ અને સૌરાષ્ટ્રનાં પવિત્ર પાંચાળ પ્રદેશમાં આવેલ આ મંદિર આજે પણ પવિત્ર તીર્થ સ્થાન ઞણાય છે.
૧૪૫૭ માં મહંમદ જાફરે સોમનાથ મંદિર (પાટણ)ઉપર હુમલો કર્યો ત્યારે જુનાગઢ ઉપર રામસેંગના કુંવર રા'મહીપાળનું શાસન ચાલતું હતું.
ખુદ ચંદ્રએ આરાધેલા એવા શ્રી સોમનાથ મહાદેવ ઉપર રા'મહીપાળની પુત્રી મીનળદેવીને જેવી મીરાને કળષ્ણ તરફ ભકિત હતી તેવી અનન્ય અને અતૂટ શ્રદ્ધા અને ભકિત હતી મીનળદેવીએ પોતાનું નિવાસસ્થાન પણ પ્રભાસથી બે માઈલ દૂર હિરણ નદીના કિનારે નગરા ગામે રાખેલ મીનળદેવી રોજે ભગવાન સોમનાથનો સવાર સાંજ અભિષેક કરતા અને ભગવાન ભોળાનાથની સેવામાં તલ્લીન અને ઓતપ્રોત થઈ જતા હતા.
મહમદ જાફરની સોમનાથ ઉપર વારંવારની ચઢાઈ તેમજ હુમલાથી ત્રસ્ત થઈ શિવ ભક્તો સોમનાથના પ્રાચીન જ્યોર્તિલિંગને ભૂગર્ભમાં પધરાવી નિત્ય પૂજા કરવા લાગ્યા મહમદ જાફરને આની જાણ થતા તેમણે પાક્કુ કરવા તેણે તેના ગુપ્તચરને પ્રભાસ મોકલ્યો તેની સાથે જાફરની દીકરી હુરલ અને જમાઈને પણ મોકલ્યા.
મીનળદેવીની તપસ્યા નજરો નજર જોતા હુરલ ખૂબ જ પ્રભાવિત થઈ હુરલ ગુપ્તચરોથી છુપાયને મીનળદેવીને મળી અને તેના શરણે ગઈ. હુરલે મીનળદેવીને પોતાના પિતાના બદ-ઇરાદાની વાત કરતા મીનળદેવીએ તુરત જૂનાગઢ તેના પિતા રા'મહિપાળને જાણ કરી. રા'મહિપાળે ક્ષત્રિયોને કહેણ મોકલતા ક્ષત્રિયો,જેમાં ચુડાસમા,ગોહિલવાડ, મકવાણા,જાદવ વગેરે સોમનાથ દાદાની વાહરે ચડવા એકઠા થયા જેમાં ગોહિલવાડ પંથકના લાઠી ગામથી નોંઘણજી ગોહિલના પુત્ર કુંવર હમીરજી ગોહિલ પણ પોતાના કારભારી સાથે સોમનાથ દાદાની વાહરે ચડવા નીકળ્યા.
રસ્તામાં તેમણે ગોરડકા ગામમાં વેણીદાસ ગોરડીયા (કપોળ વાણીયા) ને ત્યાં રાત વાસો કર્યો ત્યાંથી તેમની સાથે કરસનજી,વેજલ ભટ્ટ અને મેહુલ ભરવાડ પણ જોડાયા હતા અને તેઓ સૌ સોમનાથ દાદાને પોતપોતાના પ્રદેશમાં લઈ જવા જીદ કરી રહ્યા હતા તે સમયે મહંત હીરાગરજી તેમને સામા મળ્યા હીરાગરજી એ કહ્યું કે મને સોમનાથ દાદા સ્વપ્નમાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે મને પાલખીએ ચઢાવો આગળ મારા પોઠિયાને રાખજો તે જ્યાં જશે ત્યાં હું જઈશ પોઠિયો જ્યાં બેસી જશે ત્યાં હું પણ રોકાઈ જઈશ બાદમાં મારું સ્થાપન ત્યાં કરજો.
હીરાગરજીની આ વાત સૌના ગળે ઉતરી ગઈ અને બધાએ કહ્યું જેવી દાદાની મરજી બધા પાટણ પહોંચ્યા બાદ દાદાની પાલખી પ્રભાસથી ઉપડી.
‘‘ગીરી પુરીને ભારતી, સૌ સોમપુરાને સાથ
ઘેલો પાલખીએ ચડ્યો,લઈને ભોળાનાથ.''
આમ ગીરી,પુરી,ભારતી અને સોમપુરાએ પાલખી કાંધે લીધી મીનળદેવી અને સુલતાનની પુત્રી હુરલ પણ પાલખીયે ચડ્યા આ ઉપરાંત દાદાના લિંગની રક્ષા ખાતર ઘેલો પણ પાલખીયે ચડ્યો અને દાદાને બાથમાં લઇ બેસી ગયા.
બીજી બાજુ કુંવર હમીરજીએ પ્રભાસની આસપાસના બધા જ માર્ગોએ આડ બાંધી તેમના નેતળત્વ હેઠળનું સૈન્ય સુલતાનને રોકવા આગળ વધ્યું પ્રભાસના ગોંદરે જ મોટું ધીંગાણું જામ્યુ જેમાં ૮૦૦ જેટલા સુરાઓ સોમનાથ દાદાના રક્ષણ કાજે ખપી ગયા સામે સુલતાનના સૈન્યની પણ મોટી ખુંવારી થઈ.
આ બાજુ સોમનાથદાદાની પાલખી દૂર દૂર નીકળી ગયા પછી સુલતાનને ખબર પડી કે સોમનાથદાદાનું લિંગ તો અહીંથી ખસેડાઈ ગયું છે.
હિન્દુ ધર્મ વિરોધી જુલમી જાફર હમીરજીના સૈન્યની પાછળ પડ્યો આ દરમિયાન વેગડા ભીલે હમીરજીના સૈન્યને પોતાના ગામ અરઠીલમાં આશરો આપી રાતવાસો કરાવ્યો સુલતાનને ખબર પડતા તેણે અરઠીલને ઘેરો ધાલ્યો વેગડા ભીલના ઘરે સુલતાનના સૈનિકો આવ્યા ત્યારે વેગડાએ કહ્યું કે અંદર તો મારા દીકરી અને જમાઈ સુતા છે સૈન્ય પાછું ગયું.
બીજા દિવસે સુલતાને ફરી ચડાઈ કરી ત્યારે ત્યાં ભયંકર ધીંગાણું થયું જેમાં હમીરજી અને વેગડો બંને મરાયા ઉલ્લેખની છે કે આ સમય દરમિયાન વેગડાએ પોતાની દીકરી હમીરજીને પરણાવી હતી તેવી નોંધ પણ બારોટજીના ચોપડે છે.
આ દરમિયાન સોમનાથ દાદાની પાલખી ગોરડકે ગામ પહોંચી ગઈ હતી ત્યાં પણ સુલતાનના સૈનિકોએ ગોરડકા ગામને ઘેરો ઘાલ્યો ત્યાં પણ ધીંગાણું થયું જેમા ગોઇઓ (વેણીદાસનો પુત્ર) મરાયો ગોરડકા ગામની વાવને આજે પણ ગોઈયાની વાવ તરીકે ઓળખવામાં આવે છે જે હાલ મોજુદ છે.
આ બાજુ સુલતાન પાલખીની પાછળ રઘવાયા ઢોરની જેમ પડ્યો હતો એવામાં ઘેલો ગોરડિયો પાલખીમાંથી નીચે કૂદી પડ્યો અને જય સોમનાથ દાદાના નાદ સાથે આઠ દિવસ ધીંગાણું ચાલ્યું.
‘‘ગોગન,ઘેલા,ગોઇયો કરસનજી,વેજલ ભટ્ટ
સોમનાથ શરણે ગયા રાખી પારીયા વાટ.''
૯ મે દિવસે નદીની વચ્ચોવચ ઘેલો મરાયો છતાં બીજા શૂરવીરો જેમાં ચુડાસમા,વાળા વગેરે સુલતાન જાફરની પાછળ પડ્યા અને એના સૈન્યને વેરણ છેરણ કરી નાખ્યું બાદમાં જાફર નાસી ગયો પરંતુ સોમનાથ દાદાની લિંગ ઉપર સુલતાને મારેલા તલવારના ઘા આજે પણ દેખાય છે.
સતી મીનળદેવી અને હૂરલ પણ ત્યાં જ છે એવી સુલતાનના સૈનિકોને ખબર પડતા તેઓ ફરી ચડાઈ કરવા આવી પહોંચ્યા મીનળદેવી હાલ જ્યાં સોમનાથ દાદાના લિંગની સ્થાપના કરવામાં આવી છે તેની બરોબર સામે આવેલી ટેકરી ઉપર સૈન્યથા બચવા ચડી ગયા અને ત્યાં તેમણે સોમનાથ દાદાને યાદ કરી ધરતી માતાને તેમના ખોળામાં લેવા પ્રાર્થના કરતા ધરતી માતાએ મીનળદેવીમાંને પોતાના ખોળામાં સમાવી લેતા મીનળદેવીમાતાએ ત્યાં જીવતી સમાધિ લીધી આજે પણ તે ટેકરી પર મીનળદેવી માતાનું મંદિર મોજુદ છે અને મીનળદેવી અનન્ય શિવ ભક્ત હતા તેથી તેઓ હંમેશા સોમનાથ દાદાના દર્શન કરી શકે તેથી મીનળદેવીમાતાના સન્મુખ(સામે)જ શિવલીંગની સ્થાપના કરવામાં આવી છે જો તમે કયારેય મીનળદેવીમાતાના દર્શન કરવા જાવ તો જોજો તમને પણ શિવલીંગના દર્શન ત્યાંથી થશે. !
ભડલી અને માલગઢ થી બે કૌંસ દૂર પોઠીયો આવીને બેસી જતા તે જ જગ્યા ઉપર વેજલ ભટ્ટે ભગવાન સોમનાથ દાદાનું સ્થાપન કરી વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરી.
આ મંદિરની બાજુમાં આવેલ નદીનું નામ પહેલા ઉન્મત ગંગા હતું ત્યારબાદ ઘેલો વાણિયો દાદાની રક્ષા ખાતર શહીદ થયો હોય આ નદીનું નામ ઘેલો નદી એવુ આપવામાં આવ્યું સાથે ઘેલા ગોરડીયાને અમર કરવા આ સ્થાનનું નામ પણ શ્રી ઘેલા સોમનાથ આપવામાં આવ્યુ.
‘‘ઝાડા શુભ જૂથશેલ શિખરો, ઉન્મત ગંગા વહે, જેની સાથે નિવાસ ખાસ કરવા, મોટા મુનિવરો ચહે
તે ઠામે વસિયા સદાશિવ પ્રભુ, સદભાગ્ય ભૂમિ તણું,તે ઘેલા શિવ સોમનાથ તમને દંડવત વંદુ.જય સોમનાથ ૐ નમઃ શિવાય
ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં અધિકારીઓ કોની લાજ કાઢે છે ?
(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૯: ઘેલા સોમનાથ મંદિરના મુખ્ય દરવાજા સામે અને આજુબાજુમાં ખૂબ જ દબાણ હોય અધિકારીઓ કેમ દૂર નથી કરતા તેવો પ્રશ્ન સ્થાનિક લોકો અને યાત્રાળુઓમાં પુછી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા આ મંદિરના વિકાસ માટે કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે અને મંદિરનો વિકાસ પણ ખૂબ જ થયો છે માત્ર શ્રાવણ માસ નહીં આખું વર્ષ દર્શનાર્થીઓ દર્શને આવતા હોય છે.
આ મંદિરના કાયમી અધ્યક્ષ તરીકે રાજકોટ જિલ્લા કલેકટર,ઉપાધ્યક્ષ તરીકે જસદણના પ્રાંત અધિકારી અને સભ્ય સચિવ તરીકે જસદણના મામલતદાર છે તાલુકા જિલ્લાના રણી-ધણી કહેવાતા આ અધિકારીઓ તાલુકામાં કે જિલ્લામા કયાય દબાણ થયું હોય તેને દૂર કરવાની જવાબદારી ધરાવતા હોય છે પરંતુ ઘેલા સોમનાથ મંદિરના વહીવટ કર્તા તરીકે જ આ ત્રણેય અધિકારીઓ હોવા છતાં મંદિર સામે અને આજુબાજુમાં અને સામે ખૂબ જ દબાણ થયું છે ત્યારે દર્શનાર્થીઓને ખુબજ અડચણ ઉભી કરતા આવા દબાણો કેમ અધિકારીઓના ધ્યાને નથી આવતા ? અધિકારીઓ કોની લાજ કાઢે છે ? તેવી ચર્ચા ચાલી રહી છે આヘર્યની વાત એ છે કે આ દબાણો વર્ષોથી અડીખમ ઉભા છે!
દુકાનદારો દ્વારા ગેરકાયદેસર છાપરાવાળી મોટી મોટી દુકાનો ઊભી કરી દીધી છે ઉપરાંત દુકાનની બહાર પણ ટેબલો રાખી ટ્રાફિકને ખૂબ જ અડચણ કરે છે મંદિરના મુખ્ય દરવાજા સામે અને આજુબાજુ જ એટલું દબાણ છે કે બંને તરફથી કાર આવે તો પણ મહા મુસીબતે પસાર થાય છે ત્યારે જસદણ મામલતદાર,જસદણ પ્રાંત અધિકારી અને રાજકોટ જિલ્લા કલેકટર આવા ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરે તેવી પણ યાત્રાળુઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.
હા મંદિરની સામે વિશાળ જગ્યા પણ હાલ પડી છે ત્યારે આવા દુકાનદારોની રોજી રોટી ને ધ્યાને રાખી જો ત્યાં ખસેડી દેવામાં આવે તો પણ ટ્રાફિકની સમસ્યા સંપૂર્ણપણે હલ થઈ જશે અને બાકીની દુકાનોના ભાડાના આવકની જેમ ટ્રસ્ટને આવી દુકાનોના ભાડાની આવક પણ થશે.
પ્રવાસન વર્ષમાં સમાવેશ બાદ મંદિરમાં વિકાસના દ્વાર ખુલ્યા
(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૯: આ મંદિરનું સંચાલન હાલ રાજ્ય સરકાર હસ્તક છે જેનું એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે જેનો નોંધણી નંબર એ-૧૯૦૩ છે ટ્રસ્ટના અધ્યક્ષ પદે રાજકોટ જિલ્લા કલેકટર હોય છે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જસદણના નાયક કલેક્ટર અને સભ્ય સચિવની જવાબદારી જસદણ મામલતદાર સંભાળે છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા એકાદ બે વર્ષે જસદણ વિંછીયા બોટાદ અને ગઢડા વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનોની સ્થાનિક નેતાઓની ભલામણથી નિમણૂક કરવામાં આવતી હોય છે. ૨૦૦૫/૬ માં રાજ્ય સરકારે આ મંદિરનો પ્રવાસન વર્ષમાં સમાવેશ કર્યા બાદ મંદિરમાં વિકાસના દ્વાર ખુલ્યા હતા તે વખતે આ મંદિર સ્થાનિક માથાભારે અને અસામાજિક તત્વોનો અડો બની ગયો હતું ત્યારે મૂળ આટકોટના વતની અને જસદણના નાયબ મામલતદાર સ્વ.એ.વી.હિરપરાએ આવા શખ્સો સામે હિંમતથી કામ લઇ મંદિરની કાયાપલટ કરવાનો પ્રારંભ કર્યો હતો જે આજે અવિરત ચાલુ છે.
હરી પરિવાર દ્વારા બ્રાહ્મણો માટે રોજ ફરાળ પહોંચાડવામાં આવે છે
(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૨૯: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્ર ભરમાંથી બ્રાહ્મણો ઘેલા સોમનાથ ખાતે રહી પૂજા પાઠ કરતા હોય છે.
હાલ મંદિરના ટ્રસ્ટ દ્વારા દાતાઓના દાન દ્વારા બપોરે બ્રહ્મ ચોરયાસી રાખે છે તેમજ ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે પણ ભોજન પ્રસાદની બપોરે વ્યવસ્થા ગોઠવી છે.
ઉલ્લેખનીય છે કે જસદણના છોટે જલારામ કહેવાતા પૂ.હરિરામબાપા પણ અગાઉ વર્ષો સુધી આખા શ્રાવણ માસ દરમિયાન ત્યાં જ રોકાતા હતા અને જ્યારે તંત્ર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા નહોતી રાખવામાં આવતી ત્યારે પૂજ્ય હરિરામ બાપા બ્રહ્મચોરીયાસી અને બ્રાહ્મણો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા તેમના અનુયાયી દ્વારા ગોઠવતા હતા.
જો કે હવે તમામ વહીવટ રાજ્ય સરકાર હસ્તક હોય તંત્ર દ્વારા જ આ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે આમ છતાં પણ જસદણના જલારામ મંદિર (હરી પરિવાર) દ્વારા રોજ સાંજે ઘેલા સોમનાથ ખાતે રહી સેવા પૂજા કરતા બ્રાહ્મણો માટે જસદણ થી ફરાળ પહોંચાડવામાં આવે છે.
યાત્રાળુઓની સુવિધા માટે હજુ વધુ સુવિધાઓની તાતી જરૂરિયાત
(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૯: રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વર્ષમાં મંદિરનો સમાવેશ કરાયા બાદ મંદિરની કાયાપલટ થઇ છે અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યા બાદ યાત્રાળુઓની સુવિધામાં ખૂબ જ વધારો થયો છે.
દિવસે દિવસે મંદિરમાં યાત્રાળુઓના ઘસારાને લીધે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આ અઞે જસદણ વિછીયા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ રાજ્ય સરકારમાંથી વધુ ફંડ મેળવી મંદિરમાં વધુ સુવિધા ઉભી થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.હાલ મંદિરમાં ઉતારાની વ્યવસ્થા ઓછી હોય તે માટે નવા ઉતારા વ્યવસ્થા પણ આગામી દિવસોમાં ઊભી કરવામાં આવશે તે ઉપરાંત જરૂરી સુવિધાનો આગામી દિવસોમાં પ્રારંભ પણ કરવામાં આવશે તેવું કુવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિશ્રામ ગળહ અને યાત્રાળુઓ માટે ઉતારાની વ્યવસ્થા ઉભી કરવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે જેનો શ્રાવણ માસ દરમિયાન જ પ્રારંભ કરી દેવામાં આવશે.
હાલ મંદિરથી એક કિલોમીટર દૂર પાંચ હજાર વર્ષ જૂનું ઘેલા નદીના કાંઠે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં ત્રિવેણી સંગમ હોય દેશભરમાંથી પિતળ મોક્ષારથે અનેક પરિવારો આવતા હોય છે ત્યારે ઘેલા સોમનાથ મંદિરેથી ત્યાં જવા માટે રોડની યોગ્ય વ્યવસ્થા ન હોય તાત્કાલિક રોડ બનાવવાની યાત્રાળુઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
