<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

સોશ્‍યલ મીડિયા દ્વારા છેતરપિંડી માટે નોટો મૂકી લાલચ આપનાર ભૂજના બે ચીટરો ઝડપાયા

 

ભૂજ, તા. ર૯: ઇન્‍સ્‍ટાગ્રામ પર ખોટી આઇ.ડી. બનાવી તેમાં ૫૦૦/- ની નોટના ગડીઓનો વીડીયો બનાવી લોકોને લાલચ આપી છેંતરવાના ઈરાદેથી ઇન્‍સ્‍ટાગ્રામ પર મુકી છેતરપીંડી કરવાની કોશિષ કરતા બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ, પヘમિ કચ્‍છ-ભુજએ કરી છે.

હકીકત આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) અમન અનવર ભુકેરા રહે. રાજ ફર્નિચરની સામે, ભુજ તથા (૨) અમન આરીફ સુરંગી રહે. સંજોગનગર, ભુજવાળાઓ મળી આવેલ અને બંને જણા પાસેથી મળી આવેલ મોબાઇલમાં વોટસએપમાં રાજેશકુમાર ગુપ્તા નામની વ્‍યક્‍તિ સાથે થયેલ ચેટ જોતા તેમાં તેને ભારતીય ચલણી નોટોના ગડીના વિડિયો મુકેલ છે અને તે વ્‍યક્‍તિને વિશ્વાસમાં લઈ તેને દિલ્‍હી થી ભુજ બોલાવેલ હોવાના મેસેજ બાબતે પુછતા મજકુર ઇસમોએ જણાવેલ કે, અમે પાર્ટીને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ભુજ બોલાવેલ તેમજ વોટસએપમાં અન્‍ય લોકો સાથે નોટોના વિડિયો છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ તેમજ જણાવેલ કે અમે બંને ભેગા મળીને લોકોને ભારતીય ચલણી નોટો અંગેના વિડિયો મોબાઇલથી ઇન્‍સ્‍ટાગ્રામ પરથી અમે બન્ને જણા ઘણા બધા વિડિયા બનાવીને જેમાં ભારતીય ૫૦૦/- ની નોટની ગડીઓના ફોટા સોશ્‍યલ મીડિયા ઉપર મુકીને લોકો સાથે છેતરપીંડી કરીને રૂપીયા પડાવતા હોવાની હકીકત જણાવેલ.

જેથી મજકુર ઇસમોએ ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા લોકોને વિશ્વાસમાં લઇ લોભામણી લાચચ આપી નોટોની ગડીઓના વીડીયો કલીપ ઇન્‍સ્‍ટાગ્રામ આઇ.ડી. પર મુકી લોકો પાસેથી છેતરપીડી કરીને રૂપીયા પડાવવા માટે મોબાઇલમાં ખોટી આઇડી ઉપર ફોટા તથા વીડીયો મુકીને લોકો સાથે સંપર્ક કેળવીને લોકો સાથે નોટોની ગડીઓ અંગે છેતરપીંડી થી વિશ્વાસઘાત કરી રૂપીયા પડાવવાની કોશીષ કરી ગુનો કરેલ હોય જેથી તેઓના વિરૂધ્‍ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:17 PM IST)