News of Tuesday, 29th July 2025
વિરપુર (જલારામ)માં વિઠ્ઠલભાઇ રાદડીયાની પૂણ્યતિથી નિમિત્તે મહારકતદાન કેમ્પ યોજાયો
રકતદાતાઓએ ૧પ૦ થી વધુ બોટલ રકતદાન કરીને શ્રધ્ધાંજલી અર્પી

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા. ર૯ : પૂર્વ સાંસદ ગો.વા.વિઠ્ઠલભાઇ રાદડિયાએ તેમનું સમગ્ર જીવન આમજનતા,ખેડુતો અને ગરીબ લોકોની સેવા કાજ સમર્પિત કરેલ હતું,જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમને પોતાનુ લોહી રેડી લોકસેવા અર્થે કાર્યો કર્યા હતા.આવા મહાનવિરલ વ્યકિતત્વ અને પૂર્વ સાંસદ ગો.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ૧૭૭ થી વધુ જગ્યાએ અલગ અલગ ગામો શહેરોમાં અલગ અલગ સંસ્થાઓ તેમજ ગ્રામજનો દ્વારા રક્તદાન કેમ્પો,બટુક ભોજનો,વળક્ષા રોપણો સહિતના સેવા કર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં વીરપુર લેઉવા પટેલ સમાજ ખાતે વીરપુરના સર્વે સમાજ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,આ મહા બ્લડ ડોનેશન કેમ્પનું દીપ પ્રાગટય રાજકોટ ડેરીના ચેરમેન તેમજ જીસીએમએમએફના વાઇસ ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા તેમજ પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયાએ કર્યું હતું આ મહા રક્તદાન કેમ્પમાં વીરપુર ગ્રામપંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયા, દિનેશભાઇ વઘાસીયા,કોળી સમાજના કેશુભાઈ મેર,પરસોત્તમભાઈ શેખ, ગાયત્રી મુક્તિધામના પ્રમુખ અનિલભાઈ વઘાસીયા,સ્વામિનારાયણ ગુરુકુળના વિશ્વવિહારીદાસ સ્વામી તેમજ પટેલ સમાજના હરિભાઈ વેકરીયા, ટી.ટી. કોઠારી, સંજય વઘાસીયા,વીરપુર ખેડૂત સહકારી મંડળીના મંત્રી પ્રકાશભાઈ વેકરીયા તથા સ્ટાફગણ,આરડીસી બેંકના કર્મચારીઓ સહિતના અગ્રણીઓ તથા આગેવાનોએ તેમજ વિરપુરના સર્વે સમાજના લોકોએ તથા યુવાનો તેમજ મહિલાઓએ પણ સૌ સાથે મળીને રકતના એક એક બૂંદથી રક્તદાન કરીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ મહા રક્તદાન કેમ્પમાં અંદાજીત એકસો પચાસ બોટલ થી વધુ રક્ત એકઠું કરીને વીરપુરના સર્વે સમાજના લોકોએ રક્તદાન મહાદન એવા ઉમદા હેતુસર મહા રકતદાન કેમ્પનું આયોજન કરીને ખેડુત નેતા ગો.વા વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
