<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

ગોંડલમાં બંધ મકાનમાંથી ૭.૩પ લાખની મતાની ચોરી

રૂત્‍વીકભાઇ અગ્રાવત અને તેનો પરિવાર લગ્નમાં ગયો'ને તસ્‍કરો બંધ મકાનના તાળા તોડી ૭.૧૦ લાખ રોકડા અને રપ હજારના દાગીના ઉઠાવી ગયા

રાજકોટ તા. ર૯ :.. ગોંડલ પંથકમાં તસ્‍કર ટોળકીએ ધામા નાખ્‍યા હોય તેમ ૪.પ૭ લાખની મત્તાની ચોરીની ઘટના બાદ તસ્‍કરોએ વધુ એક બંધ મકાનને નિશાન બનાવી ૭.૧૦ લાખની રોકડ સહિત ૭.૩પ લાખની મતા ચોરી કરી ગયા હતાં.

પ્રાપ્‍ય વિગતો મુજબ ગોંડલ આશાપુર ચોકડી પાસે રહેતા અને ડ્રાઇવીંગનો વ્‍યવસાય કરતા રૂત્‍વિકભાઇ પ્રવિણભાઇ અગ્રાવતના બંધ મકાનના તસ્‍કરોએ તાળા તોડી અંદર પ્રવેશી રોકડા રૂા. ૭.૧૦ લાખ, ચાંદીની લકકી નંગ-૧, ચાંદીની વીટી નંગ-૧ તેમજ સોનાની બુટી નંગ ૧ કિ. રપ૦૦૦ મળી કુલ  ૭.૩પ લાખની મતા ચોરી કરી ગયા હતાં.

મકાન માલીક રૂત્‍વીકભાઇ અગ્રાવત અને તેના પરિવારજનો રાજકોટ લગ્નમાં ગયા હતા અને તસ્‍કરો પાછળથી બંધ મકાનને નિશાન બનાવી ઘર સાફ કરી ગયા હતાં. રૂત્‍વીકભાઇ અને તેના પરિવારજનોએ ૭.૧૦ લાખની રોકડ રકમ મકાન ખરીદ કરવા માટે રાખી હતી તે તસ્‍કરો ચોરી કરી ગયા હતાં. આ અંગે રૂત્‍વીકભાઇએ અજાણ્‍યા ઇસમો સામે ફરીયાદ કરતા બી ડીવીઝન પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગોંડલમાં તસ્‍કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ બે દિ' પૂર્વે ૪.પ૭ લાખની ચોરી કર્યા બાદ વધુ ૭.૩પ લાખની મત્તાની ચોરી કરી હતી. ચોરીના બનાવો અટકાવવા રાત્રી પેટ્રોલીંગ કડક બનાવવા લોકોમાં માંગણી ઉઠી છે. 

(11:28 AM IST)