<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

વિંછીયામાં યુવાનની ઝાડવા પર લટકતી લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યો

રાજકોટ તા. ૨૯: વિંછીયામાં એક અજાણ્‍યા યુવાનની ઝાડ પર લટકતી લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. યુવાને આપઘાત કર્યો કે અન્‍ય કંઇ બન્‍યું? તેની તપાસ વિંછીયા પોલીસ કરી રહી છે.

જાણવા મળ્‍યા મુજબ વિંછીયામાં આવેલા બોટાદ રોડ પર એક ઝાડમાં એક યુવાનની લાશ લટકતી હોવાની જાણ થતાંપોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. અજાણ્‍યા આશરે ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ નીચે ઉતારી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પરંતુ ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્‍તુ મળી નહોતી. પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. આ યુવાનની લાશ ઝાડમાં બાંધેલા દોરડામાં લટકતી મળી હતી. તેણે આપઘાત કર્યો કે અન્‍ય કંઇ બનાવ બન્‍યો? તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ, પરિચીતો હોય તો વિછીયા પોલીસનો સંપર્ક કરવો. મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે રાખવામાં આવ્‍યો છે.

(11:30 AM IST)