<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

સુરેન્‍દ્રનગરમાં પર્યાવરણને પ્રદુષિત ન કરવા જીવદયા માટે કાર્યક્રમ યોજાયો

નવોદિત ગાયક કલાકારો સાથે મ્‍યુઝીકલ પાર્ટી યોજાઇ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૯: પ્‍લાસ્‍ટીકની થેલી કે પ્‍લાસ્‍ટીક નાં વપરાશને બંધ કરી કાપડ કે પેપર કે બાયોડીગ્રેડેબલ મટીરીયલ વાપરી પર્યાવરણ ને પ્રદૂષીત ન કરવું તેમજ પશુ - પ્રાણી - પંખી પ્‍લાસ્‍ટીક ન ખાય તો જીવદયા પણ થાય આવા હેતુસર સુરેન્‍દ્રનગર ખાતે જીઆઇડીસી સ્‍થિત મેડીકલ હોલમાં તાજેતરમાં પ્રસિદ્ધ અને નવોદિતગાયક કલાકારો સાથે મ્‍યુઝીકલ પાર્ટીનું આયોજન કરવામાં આવેલ -  સમાજ સેવા અને જીવદયાની ભાવનાને ઉજાગર કરતાં ઉમદા હેતુ ને સાર્થક કરવામાં ગાયક બંકીમ ભાઈ પાઠક - ગાયિકા વર્ષાબેન કુલકર્ણી સાથે સુરેન્‍દ્રનગર સ્‍થિત નવોદિત વર્સેટાઈલ ગાયક સરફરાઝ ખાન તેમજ એંકર કમ મિમિક્રી આર્ટીસ્‍ટ નરેશ વોરા સંગે આ સંગીત પાર્ટી દ્વારા સમાજ સેવા- જીવદયાના પ્રોજેક્‍ટનો પ્રારંભ કરવામાં આવેલ.

કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં નાયબ મુખ્‍ય દંડક અને વઢવાણ તાલુકાના ધારાસભ્‍ય શ્રી જગદીશભાઈ મકવાણા - સુરેન્‍દ્રનગર નગરપાલીકાના તત્‍કાલીન પૂર્વ પ્રમુખ જીગ્નાબેન પંડ્‍યા - મામલતદાર મયુરભાઈ દવે ગ્રાહક પ્રાંત સુરક્ષા પરિષદ ગુજરાત સરકારનાં મંત્રી અને નવનાતનાં  ટ્રસ્‍ટી વૈભવભાઈ ચોકસી તથા અનુબંધ સંસ્‍થાના નીરૂપાબેન શાહ , નવનાત વણિક સમાજનાં પ્રમુખ પરિમલ મોદી - નવોદિત ગાયક સરફરાઝ ખાન સહુ દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ ક્ષત્રીય આગેવાન શ્રી દિગ્‍વિજયસીંહ ઝાલા -ગોકુલ હોટલનાં અજયભાઈગોહીલ જૈન સોશ્‍યલ ગ્રુપ મેઈન ત્‍થા જૈન જાગ્રતી સેન્‍ટર - લાફીંગ કલબ-વોકીંગ ગ્રુપ - લાયન્‍સ  -રોટરી ક્‍લબ જેવી અનેક સંસ્‍થાના હોદેદારો - વ્‍યાપારી મહામંડળના પ્રમુખ ધર્મેન્‍દ્રભાઈ સંઘવી જય જિનેન્‍દ્ર સેવા ગ્રુપનાં પ્રમુખશ્રી તથા અન્‍ય સેવાભાવી સંસ્‍થાના હોદેદારો-જીવદયા પ્રેમી અને સંગીતનાં ચાહકો સહુ ઉપસ્‍થિત રહ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમને સફળ  બનાવવામાં નવનાતનાં પ્રમુખ પરિમલ મોદી - ઉપપ્રમુખ કેકે ભાવસાર - પ્રકાશ પરીખ - દીલીપ શાહ ઉર્ફે ડીડો સહુ એ ખૂબજ જહેમત ઉઠાવી હતી

(11:38 AM IST)